હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક સ્કોર્પિયો કાર 15 ફૂટ ઊંડી કેનાલમાં પડી ગઈ હતી. આ કારણોસર કારમાં સવાર પાંચ લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. જ્યારે કારમાં બેઠેલો એક વ્યક્તિ ગમે તેમ કરીને પોતાનો જીવ બચાવીને બહાર નીકળી ગયો હતો.
કેનાલમાં પાણીનો પ્રવાહ આટલો બધો વધારે હતો કે અકસ્માતની ઘટના બન્યા બાદ કાર લગભગ 1.5 km સુધી પાણીમાં વહી ગઈ હતી. આ અકસ્માતની ઘટના ગુરૂવારના રોજ રાત્રે 12:00 વાગ્યાની આસપાસ બની હતી. આ અકસ્માતની ઘટના બિહારના છપરામાંથી સામે આવી રહી છે. ઘટનાની માહિતી મળ્યા બાદ મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ઉપરાંત પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
વિગતવાર વાત કરીએ તો, ગુરૂવારના રોજ એક ગામમાં શ્રદ્ધાનો કાર્યક્રમ હતો. કેટલાક લોકો મોડી રાત્રે કાર્યક્રમમાંથી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં તેમની સાથે આ અકસ્માતની ઘટના બની હતી. જાણવા મળી રહ્યું છે કે અકસ્માતની ઘટના બની ત્યારે કારમાં 6 લોકો સવાર હતા. જેમાંથી પાંચ લોકોના મોત થઈ ગયા છે અને એક વ્યક્તિનો જીવ બચી ગયો છે.
6 લોકો કારમાં સવાર થઈને પોતાના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં અચાનક જ કાર બેકાબૂ બની ગઈ હતી અને કાર સીધી કેનાલમાં જઈને પડી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ બચી ગયેલો એક યુવક બહાર આવીને બુમાબુમ કરવા લાગ્યું હતું અને આજુબાજુના ગામના લોકોને ઘટનાસ્થળે બોલાવ્યા હતા. ત્યાર પછી તો બધા લોકોએ ભેગા થઈને સ્કોર્પિયો કાર ગમે તેમ કરીને કેનાલના કિનારે લાવ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં તો ઘણું મોડું થઈ ગયું હતું કારમાં સવાર પાંચ લોકોના મોત થઈ ગયા હતા.
આ અકસ્માતની ઘટના રાત્રે 12 વાગ્યાની આસપાસ બની હતી. કેનાલમાં પાણીનો પ્રવાહ આટલો જોરદાર હતો કે કાર લગભગ ઘટના સ્થળેથી 1.5 કિલોમીટર દૂર ચાલી ગઈ હતી. આ ઘટનામાં 60 વર્ષના દિનેશ સિંહ, 42 વર્ષના લાલબાબુ શાહ, 15 વર્ષના સુધીર કુમાર, સુરજ કુમાર અને રામચંદ્ર સાહ નામના પાંચ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે મૃત્યુ પામેલા પાંચેય લોકોના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યા હતા અને આ ઘટનાની જાણ મૃતકોના પરિવારજનોને કરી હતી. ઘટનાની જાણ થતા જ મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. તમામ લોકો તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને હાલમાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment