40 મુસાફરોથી ભરેલી બસ અચાનક જ બેકાબૂ થતા એવો ભયંકર અકસ્માત સર્જાયો… વિડીયો જોઈને રુવાડા બેઠા થઈ જશે…

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક રૂવાડા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટનાનો વિડીયો સામે આવી રહ્યો છે. આ ઘટનામાં મુસાફરોથી ભરેલી બસને ભયંકર અકસ્માત નડ્યો હતો. આ ઘટના દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર બની હતી. આ ઘટનામાં બસમાં સવાર યાત્રીઓ ઇજાગ્રસ્ત થયા હતા.

સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. અકસ્માતની ઘટના બન્યા બાદ ઇજાગ્રસ્ત થયેલા યાત્રિકોને સ્થાનિક લોકોની મદદથી સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. સમગ્ર અકસ્માતની ઘટના એક્સપ્રેસ વે પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

મળતી માહિતી અનુસાર એક્સપ્રેસ વે પર જતી બસ અચાનક જ રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી, જેના કારણે આ અકસ્માતની ઘટના બની હતી. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના બની ત્યારે બસમાં 40 જેટલા મુસાફરો સવાર હતા. જેમાંથી અકસ્માતમાં 20 થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ચાલુ બસમાં ડ્રાઇવરને હાર્ટ એટેક આવ્યો હતો.

જેના કારણે અચાનક જ બસ બેકાબુ બની ગઈ હતી અને રોડની ગ્રીલ તોડીને બસ 25 ફૂટ નીચે ખાબકી હતી. અકસ્માત કઈ રીતે બન્યો તેની હજુ કોઈ પણ સત્તાવાર માહિતી સામે આવી નથી. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.

ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. જાણવા મળી રહ્યું છે કે આ ઘટના ગુરૂવારના રોજ સાંજના સમયે બની હતી. એક્સપ્રેસ વે પર જતી બસ અચાનક બેકાબુ બનીને એક્સપ્રેસ વે પરથી નીચે ઉતરીને ખેતરમાં જતી રહી હતી અને એક થાંભલા સાથે અથડાઈ હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*