એક જ ઝટકામાં આખો પરિવાર ખતમ..! ઝડપી ટ્રેક્ટર અને પીકઅપ વચ્ચે જોરદાર ટક્કર થતા સર્જાયો ભયંકર અકસ્માત, માતા-પિતા અને 6 વર્ષની દીકરી સહિત 4 લોકોના મોત…

Published on: 10:50 am, Fri, 9 June 23

Lakhimpur Terrible accident: ગુરૂવારના રોજ બનેલી એક મોટી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ભયંકર અકસ્માતની ઘટનામાં 4 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી અનુસાર લખીમપુર(Lakhimpur) ખેરીમાં ગુરૂવારના રોજ હાઈ સ્પીડ ટ્રેક્ટર અને પીકઅપ સામસામે જોરદાર ટક્કર થતા ભયંકર અકસ્માત(Terrible accident) સર્જાયો હતો. ટક્કર એટલી ભયંકર હતી કે ટ્રેક્ટરના બે ટુકડા થઈ ગયા હતા.

આ દરમિયાન પાછળથી આવતા બાઇક સવાર પર ટ્રેક્ટરનો એક ટુકડો પડ્યો હતો. જેના કારણે બાઈક પર સવાર પતિ-પત્ની અને 6 વર્ષની દીકરી સહિત આ ઘટનામાં 4 લોકોના કરોડ મોત થયા હતા. જાણવા મળી રહ્યું છે કે આ અકસ્માતની ઘટના પંચમુખી હનુમાન મંદિર પાસે બની હતી.

અકસ્માતની ઘટના બન્યા બાદ બાઈકમાં આગ લાગી ઉઠી હતી. જ્યારે ટ્રેક્ટરનો એક ટુકડો રોડની બીજી બાજુ ના આવેલા ખાડામાં પડ્યો હતો. જ્યારે આ ઘટનામાં પીકઅપને પણ ભારે નુકસાન થયું હતું. અકસ્માતની ઘટના બની આ બાદ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. અકસ્માત બન્યા બાદ પીકઅપ ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

જ્યારે ટ્રેક્ટર ચાલક વિશે હજુ સુધી કાંઈ જાણવા મળ્યું નથી. સ્થાનિક લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા અને આ ઘટના અંગેની જાણ મૃતકોના પરિવારજનોને કરી હતી.

જાણવા મળી રહ્યું છે કે અકસ્માતમાં મૃત્યુ પામેલા ચારેય લોકો ત્રિલોક પૂરના રહેવાસી હતા. જેમાં 38 વર્ષીય જબીર, 32 વર્ષીય ખુશનુમા અને છ વર્ષની દીકરીનું ઘટનામાં મોત થયું હતું. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. ગામના લોકોનું કેવું છે કે અકસ્માતની ઘટના બની ત્યારે ટ્રેક્ટર ખૂબ જ ઝડપમાં હતું. આ કારણસર અકસ્માતની ઘટના બની છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "એક જ ઝટકામાં આખો પરિવાર ખતમ..! ઝડપી ટ્રેક્ટર અને પીકઅપ વચ્ચે જોરદાર ટક્કર થતા સર્જાયો ભયંકર અકસ્માત, માતા-પિતા અને 6 વર્ષની દીકરી સહિત 4 લોકોના મોત…"

Leave a comment

Your email address will not be published.


*