કાર અને બસ વચ્ચે સામસામે ટક્કર થતા સર્જાયો ભયંકર અકસ્માત, માતા-પિતા અને દીકરાનું મોત… 6 બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો…

સોમવારના રોજ સવારના સમયે બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહે છે. સવારે લગભગ 5.45 વાગ્યાની આસપાસ નેશનલ હાઇવે 62 પર એક કાર અને સ્લીપર બસ વચ્ચે જોરદાર ટક્કર તથા ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં માતા-પિતા અને તેમના દીકરાએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

અકસ્માત એટલો ભયંકર હતો કે નજરે જોનાર લોકોના તો રુવાડા બેઠા થઈ ગયા હતા. આ અકસ્માતની ઘટના જોધપુરમાંથી સામે આવી રહી છે. ઉપરાંત અકસ્માતની ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા બે લોકોની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. ઓવરટેક કરતી વખતે આ ભયંકર અકસ્માતની ઘટના બની હતી.

વિગતવાર વાત કરીએ તો, લક્ષ્મી ટ્રાવેલ્સ નામની બસ જયપુર થી નાગોર જઇ રહી હતી. આ દરમિયાન એક કાર નાગોર રોડ થી જયપુર તરફ આવી રહી હતી. ત્યારે રસ્તામાં ચતાલીયા ગામ પાસે કાર અને બસ વચ્ચે સામસામે જોરદાર ટક્કર થતા ભયંકર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને મૃત્યુ પામેલા ત્રણેય લોકો એક જ પરિવારના હતા.

આ અકસ્માતની ઘટનામાં 55 વર્ષના રામકરણ, તેમની પત્ની ચંદુરી અને તેમના દીકરા રામનિવાસનું મોત થયું છે. મૃત્યુ પામેલા રામનિવાસની ઉંમર 27 વર્ષની હતી. જ્યારે અકસ્માતની ઘટનામાં રામનિવાસની બહેન મોનિકા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. આ ઉપરાંત કમલ નામનો એક યુવક પણ ઈજાગ્રસ્ત થયો હતો.

અકસ્માતની ઘટના બન્યા બાદ બંનેને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. મૃત્યુ પામેલો રામકરણ છ બહેનોનો એકનો એક ભાઈ હતો. ઉપરાંત મૃત્યુ પામેલા ત્રણેય લોકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા અને સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*