60-62 મુસાફરોથી ભરેલી બસ અને ટ્રોલી વચ્ચે સામસામે ટક્કર થતા સર્જાયો ભયંકર અકસ્માત, માં-દીકરી સહિત 5 લોકોના મોત…

Terrible accident: આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે બુધવારે રાત્રે લગભગ સાડા ત્રણ વાગ્યાની આસપાસ બસ અને ટ્રોલી વચ્ચે સામસામે ટક્કર થતા ભયંકર અકસ્માતની(Terrible accident) ઘટના બની છે. આ અકસ્માતની ઘટના શાજપુરના મેક્સી-ઉજ્જૈન રોડ(Maxi-Ujjain Road) ઉપર બની હતી. અકસ્માતની ઘટના આટલી ગંભીર હતી કે, બસમાં સવાર ત્રણ મુસાફરોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

एक ही परिवार की दो महिलाओं समेत पांच की मौत, 15 से ज्यादा घायल | Three  killed, 15 injured, the injured were sent to Ujjain - Dainik Bhaskar

જ્યારે ઈજાગ્રસ્ત થયેલી માં અને દીકરીએ હોસ્પિટલમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. એટલે કે આ અકસ્માતની ઘટનામાં કુલ 5 લોકોના મોત થયા છે. જ્યારે 13 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. તેમને સારવાર માટે ઉજ્જૈન લઈ જવામાં આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે બસ માધવગઢથી અમદાવાદ જઈ રહી હતી. આ અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા લોકો યુપીના રહેવાસી હતા.

મૃત્યુ પામેલા લોકોમાંથી બે મહિલાઓ એક જ પરિવારની હતી અને લગ્નમાં હાજરી આપીને તેઓ અમદાવાદ જઈ રહ્યા હતા. બંને મહિલાઓ બસની આગળની સીટ પર બેઠી હતી. વિગતવાર વાત કરીએ તો ઉજ્જૈન તરફથી આવી રહેલી બસ અને ટ્રોલી વચ્ચે સામસામે જોરદાર ટક્કર થતાં અકસ્માતો સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં રામજાનકી અને મીરાબાઈ અને એક પુરુષનું ઘટના સ્થળે મોત થયું હતું.

ट्राला उज्जैन की तरफ से आ रहा था। सामने से आ रही बस अनियंत्रित होकर ट्राले से जाकर टकरा गई।

જ્યારે 35 વર્ષીય સુમિત્રા દેવી અને તેની 12 વર્ષની દીકરી રાધાનું હોસ્પિટલમાં મોત થયું હતું. ઘટનાની જાણ થતા જ મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. જાણવા મળી રહ્યું છે કે અકસ્માતની ઘટના બની ત્યારે બસમાં 60 થી 62 મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. અકસ્માતની ઘટના બની આબાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.

પોલીસે જણાવ્યું કે તેમને અકસ્માતની જાણકારી લગભગ સવારે 5:00 વાગ્યાની આસપાસ મળી હતી. શારદા ટ્રાવેલર્સ નામની બસ UP 75 AT 4799 નંબરની ટ્રોલી સાથે અથડાઈ હતી. અકસ્માતની ઘટનામાં બસનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે ચકનાચૂર થઈ ગયું હતું.

અકસ્માતની ઘટના કોની ભૂલના કારણે બની તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને હાલમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યા છે અને ઇજાગ્રસ્ત થયેલા લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલુ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*