આજકાલ સોશિયલ મીડિયા પર અકસ્માતની ઘટનાઓ ના વિડીયો ખૂબ જ સામે આવી રહ્યા છે. આ અકસ્માતમાં લોકો પોતાના જીવ પણ ગુમાવે છે અને ઘણા લોકોને ઈજા પણ થાય છે. આવી જ એક અકસ્માતની ઘટના વડોદરા શહેરમાંથી સામે આવી છે. વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં દોઢ મહિલા પહેલા કાર અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. આ ઘટનામાં બાઈક ચાલક યુવાન યુવરાજસિંહ સોલંકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.
આ સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થઈ ગઈ હતી, અકસ્માતની ઘટનાના દોઢ મહિના પછી પણ પોલીસે ફરિયાદ નોંધી નથી. યુવાનના પિતાના મિત્ર અને વકીલ ભૌમિક શાહે જણાવ્યું હતું કે અકસ્માતમાં યુવાનનું જડબું તૂટી ગયું છે. આ મામલે પોલીસ કમિશનર સુધી રજૂઆત કરી છે તેમ છતાં ગોત્રી પોલીસે હજી સુધી ફરિયાદ નોંધી નથી. ગોત્રી પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.કે. ગુર્જરે જણાવ્યું હતું કે આ ઘટનામાં બાઈક ચાલક યુવાનની ભૂલ હોવાથી તેના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી નથી.
વિગતવાર જાણીએ તો વડોદરા શહેરના અકોટા ડી માર્ટ પાસે ગત ચાર જૂનના રોજ યુવરાજ સોલંકી નામનો યુવાન પોતાના ઘરે જઈ રહ્યો હતો. આ દરમિયાન કારે ટર્ન મારતા યુવરાજ સોલંકી કાર સાથે અથડાઈને પટકાયો હતો. આ અકસ્માતમાં યુવાનના મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.
વડોદરામાં મહિલાની કાર અને યુવકની બાઈક વચ્ચે જોરદાર ટક્કર થતા સર્જાયો ભયંકર અકસ્માત… વીડિયો જોઈને તમે જ કહો આમાં કોની ભૂલ છે…? pic.twitter.com/iXcWBURWLV
— GUJJU ROCKZ (@gujju_rockz) July 25, 2023
જેથી તે બરાબર બોલી પણ શકતો ન હતો, ઘટનાને દોઢ મહિના જેટલો સમય વીત્યા છતાં હજી સુધી આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. આ મામલે યુવક ના પિતા ભરતસિંહ સોલંકી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે અમે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયા હતા. જ્યાં પોલીસે કહ્યું હતું કે તમારા છોકરાનો વાંક છે એટલે ફરિયાદ નહીં લઈએ, પોલીસ અમારી ફરિયાદ લેવા તૈયાર નથી.
ગોત્રી પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.કે. ગુર્જરે જણાવ્યું હતું કે અમે છોકરાના પિતાને બોલાવ્યા હતા. પરંતુ છોકરાની ભૂલ હોવાથી તેના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી નથી. અમે ત્રણ સીસીટીવી ફૂટેજ પણ ચકાસ્યા છે, કાર ચાલક રોડ પર કાર ઉભી રાખે છે. પછી મહિલાએ કારની જમણી બાજુને સાઈડ લાઈટ ચાલુ કરી હતી અને પછી કારને વાળી હતી. આ સમયે 60 થી 70 ની સ્પીડે બાઈક ચાલક આવ્યો હતો અને કાર સાથે અથડાયો હતો.
અકસ્માતમાં ઇજાગ્રસ્ત યુવાનના પિતાના મિત્ર ભૌમિક શાહે જણાવ્યું હતું કે ચાર જુનની પોલીસ કંટ્રોલની વર્ધી હોવા છતાં ગોત્રી પોલીસે હજુ સુધી ફરિયાદ નોંધી નથી. આ મામલે પોલીસ કમિશનરને પણ રજૂઆત કરી છે, વિડીયો ફૂટેજ પણ આપ્યા છે. એમાં ગાડી નો નંબર પણ દેખાય છે પણ ગોત્રી પોલીસે કોઈ તપાસ કરી નથી. યુવાન હજી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે, સામાન્ય અકસ્માતના બનાવવામાં પોલીસ ફરિયાદ કરવા તૈયાર નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment