જામનગરમાં 2 કાર વચ્ચે સામસામે જોરદાર ટક્કર થતા સર્જાયો ભયંકર અકસ્માત… પતિ-પત્નીનું એક સાથે કરુણ મોત…

આજરોજ વહેલી સવારે જામનગરમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટના જામનગરની ભાગોળે બની હતી. આ ઘટનામાં બે કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં પતિ-પત્નીનું કરુણ મોત થયું છે. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

ત્યારબાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. જાણવા મળી રહ્યું છે કે આ અકસ્માતની ઘટનામાં ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટના ચંગા ગામના પાટીયા પાસે બની હતી. જાણવા મળી રહ્યું છે કે પતિ-પત્ની કારમાં સવાર થઈને એક શ્રદ્ધાના કાર્યક્રમમાં જઈ રહ્યા હતા.

ત્યારે રસ્તામાં અકસ્માતમાં તેમનું મોત થયું હતું. આ ઘટનામાં 50 વર્ષના કાંતિભાઈ પોપટભાઈ અને તેમના 49 વર્ષના પત્ની શારદાબેન કાંતિભાઈનું મોત થયું છે. જાણવા મળી રહ્યું છે કે, જામનગર તાલુકાના દોઢીયા ગામમાં રહેતા કાંતિભાઈ કારમાં પોતાની સાથે રામપર ગામે શ્રદ્ધાના કાર્યક્રમમાં જઈ રહ્યા હતા.

આ દરમિયાન રસ્તામાં સામેથી આવી રહેલી એક અન્ય કાર સાથે તેમની કારની જોરદાર ટક્કર થઈ હતી. જેના કારણે ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં કારમાં સવાર કાંતિબેન અને તેમની પત્ની શારદાબેનને ગંભીર ઇજા પહોંચી હતી. આ કારણોસર બંનેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું હતું.

જ્યારે અકસ્માતની ઘટનામાં બે મહિલાઓ સહિત ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને 108ની મદદ થી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પછી તો પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી અને પોલીસે જરૂરી કાગળિયા કર્યા બાદ આગળની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. કાંતિભાઈ અને તેમની પત્નીનું એક સાથે મોત થતા જ તેમના પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*