ભરૂચમાં બે ઝડપી કાર વચ્ચે જોરદાર ટક્કર થતા સર્જાયો ભયંકર અકસ્માત, 4 લોકોના દર્દનાક મોત… હાઇવે રોડ મોતની ચીસોથી ગુંજી ઉઠ્યો…

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે ગુજરાતમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. ભરૂચના હાંસોટ તાલુકાના અલવા ગામ પાસે બે કાર વચ્ચે જોરદાર ટક્કર થતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે આ અકસ્માતની ઘટનામાં 4 લોકોના ઘટના સ્થળે મોત થયા છે.

મૃતકોમાં 3 મહિલાઓ અને 1 પુરુષનો સમાવેશ થાય છે. જ્યારે કારમાં બેઠેલા એક બાળકનો ચમત્કારી બચાવ થયો છે. બંને કાર વચ્ચે ટક્કર એટલી જોરદાર હતી કે, બંને કારનો આગળનો ભાગ ભાંગીને ભૂકો થઈ ગયો હતો. અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો અને હાંસોટ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

સમગ્ર અકસ્માતની ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો ભરૂચના હાંસોટ તાલુકામાં હુન્ડાઈ વેન્યૂ અને વર્ના કાર વચ્ચે જોરદાર ટક્કર તથા ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં ત્રણ મહિલાઓ અને એક પુરુષે ઘટના સ્થળે પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે કારમાં બેઠેલા એક માસુમ બાળકનો ચમત્કારી બચાવ થયો છે. અકસ્માત એટલો ભયંકર હતો કે હાઇવે રોડ મોતની ચીસો ગુંજી ઉઠ્યો હતો.

આ અકસ્માતની ઘટનામાં GJ 16 DG 8381 નંબરની હુન્ડાઈ વેન્યૂ કાર અને GJ 06 FQ 7311 નંબરની હુન્ડાઈ વર્ના કાર વચ્ચે જોરદાર ટક્કર થતા આ ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનાનો ભોગ બનેલી હુન્ડાઈ વેન્યૂ કાર ભરૂચના હિરેન્દ્રસિંહ નામના વ્યક્તિના નામે નોંધાયેલી છે. જ્યારે હુન્ડાઈ વર્ના કાર ભરૂચના રેડીમેટ ગારમેન્ટના વેપારી અક્રમભાઈના નામે નોંધાયેલી છે.

આ ઘટના બનતા જ મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. અકસ્માતની ઘટના કોની ભૂલના કારણે બની તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*