આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે તમે ઘણા એવા લોકોને જોયા હશે. જેવો બાઈક પર જોખમી સ્ટંટ કરતા હોય છે. પરંતુ અમુક વખત આવા જોખમી સ્ટંટ કરવા કેટલાક લોકોને ભારે પડી જતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી ઘટના સામે આવી રહી છે.
આ ઘટનામાં સ્ટંટ કરતી વખતે બે બાઈક એકબીજા સાથે અથડાઈ હતી. જેના કારણે ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં બે મિત્રોના કરુણ મોત થયા છે. ઉપરાંત અકસ્માતની ઘટનામાં ત્રણ યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. તેમને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે.
આ અકસ્માતની ઘટના રવિવારના રોજ રાત્રિના સમયે ઝાંસીમાં બની હતી. જાણવા મળી રહ્યું છે કે અકસ્માતની ઘટના બની ત્યારે બાઈકની સ્પીડ ખૂબ જ વધારે હતી. બંને મિત્રોના મોતના સમાચાર મળતા જ પરિવારના સભ્યો રડતા રડતા હોસ્પિટલ ખાતે પહોંચી આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, બે બાઈક પર સવાર પાંચ યુવકો રસ્તા ઉપર જતા હતા. ત્યારે અચાનક જ બંને બાઈક સવારે સ્ટંટ કરવાનું શરૂ કરી દીધું હતું. આટલો જ નહિ પરંતુ બંને એકબીજાની વચ્ચે રેસ લગાવી રહ્યા હતા. ત્યારે આગળ જતા બાઈકની સ્પીડ ખૂબ જ વધારે પડતી થઈ જવાના કારણે બાઈક સવાર યુવકે બાઈક પરથી સંતુલન ગુમાવ્યું હતું.
જેના કારણે બંને બાઈક એકબીજા સાથે અથડાઈ હતી. આ અકસ્માતની ઘટના એક પુલ ઉપર બની હતી. બાઇકની સ્પીડ એટલી વધારે હતી કે બાઈક પુલ ઉપરથી નીચે પડી ગઈ હતી. આ ઘટનામાં બાઈક પર સવાર પાંચ મિત્રો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જેમાંથી બેના કરુણ મોત થયા છે અને ત્રણની હોસ્પિટલમાં સારવાર ચાલુ છે.
આ ઘટનામાં 20 વર્ષના વિજય અને 22 વર્ષના સંજય નામના બે મિત્રોનું મોત થયું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. ત્યાર પછી મૃત્યુ પામેલા બંને યુવકોના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યા હતા અને આ ઘટનાની જાણ બંનેના પરિવારજનોને કરવામાં આવી હતી. પરિવારજનોને દીકરાના મોતના સમાચાર મળતા જ હૈયાફાટ રૂદન કર્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment