બે બાઈક વચ્ચે જોરદાર ટક્કર થતા એવો ભયંકર અકસ્માત સર્જાયો કે… કાકાની નજર સામે ભત્રીજાનું કરુણ મોત…

દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં બે બાઈક વચ્ચે ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં એક બાઈક પર સવાર એક યુવકનું મોત થયું છે.

જ્યારે અન્ય બાઈક પર સવાર યુવકને ઇજા પહોંચી હતી. યુવકના મોતના સમાચાર મળતા જ તેના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. સમગ્ર ઘટનાને લઈને મૃતક યુવકના કાકાની ફરિયાદના આધારે પોલીસે ઇજાગ્રસ્ત થયેલા બાઈક ચાલક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

આ અકસ્માતની ઘટના હરિયાણાના પલવલમાંથી સામે આવી રહી છે. સમગ્ર ઘટનાને લઈને વિનોદ નામના વ્યક્તિએ જણાવ્યું કે, તે પોતાની બાઈક લઈને પોતાના ગામ જઈ રહ્યો હતો. આ દરમિયાન તેમનો ભત્રીજો રાહુલ તેમનાથી આગળ અન્ય બાઈક પર સવાર હતો.

ત્યારે અચાનક જ સામેથી આવતી એક બાઈકે ભત્રીજા રાહુલની બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી. બંને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થતાં ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

ત્યાર પછી ઈજાગ્રસ્ત થયેલા રાહુલને સારવાર માટે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. અહીં હાજર ડોક્ટરે રાહુલની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. જ્યારે આ ઘટનામાં બીજી બાઈક પર સવાર અજીત નામનો યુવક પણ ઇજાગ્રસ્ત થયો હતો.

જેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હાલમાં તેની સારવાર ચાલુ છે. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને વિનોદની ફરિયાદના આધારે પોલીસે અજીત સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*