હાલમાં બનેલી એક હૈયુ હચમચાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં કન્ટેનર અને ટ્રેક્ટર ટ્રોલી વચ્ચેની ટક્કરમાં એક સ્કુટી ઝપેટમાં આવી ગઈ હતી. એક ડોક્ટરે તેની પત્ની અને સાળી સહિત ચાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અકસ્માતની ઘટના સોમવારના રોજ રાત્રે 11:30 વાગ્યાની આસપાસ બની હતી. આ ભયંકર અકસ્માતની ઘટના રાજસ્થાનના ભરતપુરમાંથી સામે આવી રહી છે.
અકસ્માતની ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, આ ઘટનામાં કન્ટેનર અને ટ્રેક્ટર ટ્રોલી વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ દરમિયાન એક સ્કુટી પર સવાર ત્રણ લોકો આ અકસ્માતનો શિકાર બન્યા હતા. અકસ્માતની ઘટનામાં સ્કૂટી પર સવાર 28 વર્ષીય ડોક્ટર તારીફ, તેમની પત્ની નઝરીન અને તેમની 11 વર્ષની સાળીનું મોત થયું હતું.
ઉપરાંત અકસ્માતની ઘટનામાં કન્ટેનરના ડ્રાઇવરનું પણ મોત થઈ ગયું હતું. એટલે કે આ અકસ્માતની ઘટનામાં ચાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી અને જરૂરી કાર્યવાહી શરૂ કરી દીધી હતી.
મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રેક્ટર ટ્રોલીનો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ઘટના બનતા જ મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. ડોક્ટર તારીફ અને નઝરીનના લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતા. બંનેને સંતાનમાં બે દીકરીઓ છે.
આ ભયંકર અકસ્માતની ઘટના બનતા જ બે દીકરીઓએ માતા-પિતાને છત્રછાયા ગુમાવી છે. જ્યારે મૃત્યુ પામેલા કન્ટેનર ડ્રાઇવરને સંતાનમાં પાંચ બાળકો છે. આ ઘટના બનતા જ પાંચ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment