બોલેરો અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર થતા સર્જાયો ભયંકર અકસ્માત… બાઈક સવાર નિવૃત આર્મી સુબેદારનું કરુણ મોત…

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. તમે ઘણી ઘટનાઓ સાંભળી હશે, જેમાં એક વ્યક્તિની બેદરકારીના કારણે નિર્દોષ લોકોના મોત થતા હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જેક ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક બોલેરો ચાલકે બાઈકને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, આ ઘટનામાં બાઈક પર સવાર પૂર્વ સુબેદારનું કરુણ મોત થયું હતું.

જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ બોલેરો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયું હતું. આ અકસ્માતની ઘટના પલવલમાં નેશનલ હાઈવે 19 પર બની હતી.

ઘટનામાં મૃત્યુ પામેલા સુબેદારનું નામ મહિપાલ હતું. જાણવા મળી રહ્યું છે કે, તેઓ ત્રણ સપ્ટેમ્બરના રોજ સેનામાંથી નિવૃત્ત થયા હતા. હાલમાં અથવા સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા સુબેદારના ભત્રીજાએ અજાણ્યા બોલેરો ચાલક સામે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે. સુબેદાર મહિપાલ બાઈક પર જઇ રહ્યા હતા.

આ દરમિયાન તેમની બાઇકને બોલેર ચાલકે જોરદાર ટક્કર લગાવી હતી. જેના કારણે ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ સુબેદાર મહિપાલને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. જ્યારે તેમની સાથે બાઈક પર સવાર બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતની ઘટના બન્યા બાદ બોલેરો ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયું હતું. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે અજાણ્યા બોલેરો ચાલક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. સુબેદાર મહિપાલના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારજનો અને સગા સંબંધીઓમાં માતમ છવાઈ ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*