હાલમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. અકસ્માતની ઘટના આટલી ગંભીર હતી કે ત્રણ યુવકોના મોત થયા છે. જ્યારે એક યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. તેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. અકસ્માતની ઘટના સોમવારના રોજ સાંજના 5.35 વાગ્યાની આસપાસ રાજસ્થાનના દૌસામાં બની હતી.
મજુરી કામ કરીને બાઈક પર ઘરે જઈ રહેલા 4 યુવકોને રસ્તામાં એક ઝડપી બોલેરોએ ટક્કર લગાવી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે 3 યુવકોના તો ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયા હતા. અકસ્માત બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત થયેલા એક યુવકને સારવાર માટે જયપુરની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર ઝડપી બોલેરો કારે ડીડવાના ગામના પીલિ કા ખાના પાસે બાઈકને ટક્કર લગાવી હતી. ઝડપી બોલેરો કાર ચાલકે સામેથી આવતી બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી. જેના કારણે બાઇક સવાર યુવકો ફંગોળાઈને રોડ ઉપર પડ્યા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે ત્રણ યુવકના તો ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયા હતા.
જ્યારે ઇજાગ્રસ્ત થયેલા ચોથા યુવકને એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ગંભીર અકસ્માતની ઘટનાની જાણ થતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. પછી પોલીસે સમગ્ર ઘટનાને લઈને તપાસ શરૂ કરી દીધી હતી. ત્યારબાદ પોલીસ બાઇક અને બોલેરો કારને ક્રેનની મદદથી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.
સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા ત્રણ યુવકો માંથી બે સગા ભાઈઓ હતા. આ અકસ્માતની ઘટનામાં 25 વર્ષીય રામકેશ ગુર્જર, 27 વર્ષીય રમેશ ગુર્જર અને 26 વર્ષીય દિલરાજ નામના યુવકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. પામેલો રામકેશ અને રમેશ બંને સગા ભાઈઓ હતા. એક સાથે પરિવારના બે કુળદીપક ઓલવાઈ જતા પરિવાર ઉપર આ તૂટે પડ્યું હતું.
જ્યારે આ ઘટનામાં 25 વર્ષના લખન નામનો યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. તેની સારવાર હાલમાં જયપુરની હોસ્પિટલમાં ચાલી રહી છે. અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસે આ સમગ્ર ઘટનાની જાણ મૃતક યુવકોના પરિવારજનોને કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર અકસ્માતની ઘટના બન્યા બાદ બોલેરો કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે બોલેરો કાર જપ્ત કરીને બોલેરો કાર ચાલકની શોધ કોણે શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment