ઓ..હો..હો..! ઝડપી ટ્રક અને ઈક્કો કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં સર્જાયો ભયંકર અકસ્માત…. 4 લોકોના કરુણ મોત… જુઓ મોતનો લાઈવ વિડિયો…

સમગ્ર દેશભરમાં દરરોજ ઘણી અવારનવાર અકસ્માતની ઘટના બનતી હોય છે. ત્યારે હાલમાં બનેલી એક રૂવાડા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. આ અકસ્માતની ઘટનામાં ટ્રક અને ઇકો વચ્ચે જોરદાર ટક્કર થતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં 4 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

જાણવા મળી રહ્યું છે કે એક ઝડપી ટ્રક ચાલકે ઇક્કો કારને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, ઇક્કો કારમાં સવાર એક જ પરિવારના 4 લોકોના મોત થયા હતા. જ્યારે ઘટનામાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમની સારવાર હાલમાં સરકારી હોસ્પિટલમાં ચાલી રહી છે. આ ભયંકર અકસ્માતની ઘટના જમ્મુ કશ્મીરના ડોડામાંથી સામે આવી રહી છે.

ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક ઝડપી ટ્રક ઇકો કારને જોરદાર ટક્કર લગાવે છે. ટક્કર એટલી જોરદાર હતી કે, ઇકો કાર ફૂટબોલની જેમ રોડ ઉપર ફંગળાઈ ગઈ હતી. અકસ્માતની ઘટના બને ત્યારે ઇકો કારમાં ડ્રાઇવર સહિત 7 લોકો સવાર હતા. જેમાંથી 4 લોકોના મોત થઈ ગયા છે અને 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. સમગ્ર ઘટના બન્યા બાદ તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટના બન્યા બાદ ઇકો કારમાં સવાર સાંજ લોકોને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

જ્યાં હોસ્પિટલમાં હાજર ડોકટરે ચાર લોકોને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ત્રણ લોકોની સારવાર ચાલુ છે. આ સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેવી રીતે થઈ ગઈ હતી. ઘટનાના સીસીટીવી ફૂટે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વાયરલ થયેલો આ વિડીયો Kursheed નામના ટ્વીટર એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*