ભાઈને મળીને પરત ઘરે આવતા પરિવારને નડ્યો રસ્તામાં ભયંકર અકસ્માત, 3 લોકોના ઘટના સ્થળે મોત… બધા સૂઈ ગયા હતા ત્યારે અચાનક જ એવું બન્યું કે…

Terrible accident: હાલમાં એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં મોડી રાત્રે 11 લોકોને લઈને જતી કારને અજાણ્યા વાહને જોરદાર ટક્કર લગાવી હતી. આ અકસ્માતની ઘટનામાં 3 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. જ્યારે 8 લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર માટે જવાલાલ નેહરુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ અકસ્માતની ઘટના અજમેરના શ્રીનગર નજીક બની હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચે આવી હતી. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે કારમાં સવાર લોકો જયપુરમાં તેમના ભાઈને મળ્યા બાદ પરત ફરી રહ્યા હતા. ત્યારે રસ્તામાં અજાણ્યા વાહનની ટક્કરના કારણે તેમને ગંભીર અકસ્માત નડ્યો હતો.

આ અકસ્માતની ઘટનામાં 66 વર્ષીય જ્ઞાનચંદ, 6 વર્ષીય હરદિયા અને કારના ડ્રાઇવર ભાગચંદ નામના વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલમાં તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહે છે. આ ઘટનાની જાણ મૃતકોના પરિવારજનોને થતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

કારમાં સવાર એક યુવતીએ સમગ્ર ઘટનાને લઈને જણાવ્યું કે, રાત્રિના સમયે બધા સૂઈ ગયા હતા. આ દરમિયાન સામેથી ખૂબ જ ઝડપમાં એક ટ્રક આવી રહ્યો હતો. ત્યારે ટ્રક ચાલકે અચાનક જ બ્રેક લગાવી હતી. જેના કારણે અમારું વાહન ટ્રક સાથે જઈને અથડાયું હતું. મળતી માહિતી અનુસાર પરિવારના લોકો ઇકો કારમાં સવાર થઈને પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા.

ત્યારે રસ્તામાં 11 વાગ્યાની આસપાસ તેમને અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે હાલમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને શબઘર મોકલી આપવામાં આવ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*