એક શિક્ષકે વિદ્યાર્થીને ઘૂંટણ પર બેસાડીને કૂરતાથી વાળ પકડીને, લાકડી વડે વિદ્યાર્થીની ધોલાઈ કરી – જુઓ લાઇવ ઘટનાનો વીડિયો

82

તમિલનાડુના એક શિક્ષકની ક્રૂરતાનો વીડિયો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર તમિલનાડુમાં એક વિદ્યાર્થીની શિક્ષકદ્વારા મન ફાવે તેમ ક્લાસરૂમમાં ધોલાઈ કરવામાં આવે છે. અને શિક્ષકની આ ક્રૂરતાનો વીડિયો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર ધોરણ 12 ના વિદ્યાર્થી અને શિક્ષક ઘૂંટણ પર બેસાડીને ધોકાવી રહ્યા છે.

આ ઉપરાંત શિક્ષક વિદ્યાર્થીને બે તને લાત લગાવે છે અને લાકડી વડે પણ વિદ્યાર્થીને ધોકાવે છે. મળતી માહિતી અનુસાર આ ઘટના કડ્ડલૂરની એક શાળામાં બની હતી.

અહીં એક શિક્ષકે પોતાના હાથે વિદ્યાર્થીના વાળ પકડ્યા હતા અને બીજા હાથે એક લાકડી લઈને વિદ્યાર્થીઓને સતત ધોકાવ્યો હતો. આ ઉપરાંત શિક્ષક વિદ્યાર્થીને બેથી ત્રણ લાત પણ લગાવે છે.

શિક્ષક વિદ્યાર્થીને ક્લાસમાં હાજર અન્ય વિદ્યાર્થીઓ સામે નિર્દયતાથી લાકડી વડે ધોકાવે છે. ક્લાસરૂમમાં હાજર એક વિદ્યાર્થી શિક્ષક ની આ ક્રૂરતાનો વિડીયો પોતાના મોબાઈલમાં કેદ કરી લે છે.

અને ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દે છે. આ વીડિયો વાયરલ થતાં જ શિક્ષક ઉપર લોકો ખૂબ જ ગુસ્સે ભરાયા હતા. સોશિયલ મીડિયામાં આ શિક્ષક સામે કડક કાર્યવાહી કરવાની લોકો માંગ કરી રહ્યા છે.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે બધા વિદ્યાર્થીઓ ની સામે શિક્ષક સ્ટેજ પર એક વિદ્યાર્થીને લાકડી અને લાત વડે વિદ્યાર્થીને ધોકાવી રહ્યો છે. મળતી માહિતી અનુસાર આ ઘટના સરકારી શાળાની છે. લોકો ગુસ્સે ભરાયા છે અને શિક્ષક સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!