શાળાએથી ઘરે જતા એક શિક્ષકને રસ્તામાં એક બેકાબૂ ટ્રકે લગાવી જબરદસ્ત ટક્કર – શિક્ષકનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ…

Published on: 2:11 pm, Tue, 1 February 22

આજકાલ દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી જાય છે. ત્યારે હાલમાં બનેલી અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં એક શિક્ષકે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટના બિહારના છાપરા શહેરના બાયપાસ રોડ પર બની હતી.

મળતી માહિતી અનુસાર અહીં એક બેકાબૂ ટ્રકે શિક્ષકને જબરદસ્ત ટક્કર લગાવી હતી. મળતી માહિતી અનુસાર પામેલા શિક્ષકનું નામ લખન કુમાર હતું. મળતી માહિતી અનુસાર લખન કુમાર તરેયા બ્લોકમાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા.

આ ઘટના બની ત્યારે તેઓ શાળામાંથી પાછા પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં એક બેકાબૂ ટ્રકે શિક્ષકને જબરદસ્ત ટક્કર લગાવી હતી. આ ઘટનામાં શિક્ષકનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થયું હતું.

મળતી માહિતી અનુસાર આ ઘટના રામનગર રેલવે ધાલા બની હતી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા શિક્ષકના એક વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા. અકસ્માતની ઘટનાની જાણ થતા ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા.

ઉપરાંત ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ઘટનાની જાણ પરિવારજનોને થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

મળતી માહિતી અનુસાર પતિના મૃત્યુ ને ખબર સાંભળીને પત્ની બીમાર થઈ ગઈ હતી અને તેને સારવાર માટે હોસ્પિટલે કોણ લઇ જવી પડી હતી. શિક્ષકના મૃત્યુની જાણ થતા આખા ગામના લોકોની આંખમાં આંસુ આવી ગયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "શાળાએથી ઘરે જતા એક શિક્ષકને રસ્તામાં એક બેકાબૂ ટ્રકે લગાવી જબરદસ્ત ટક્કર – શિક્ષકનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*