હાલમાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક સરકારી શાળાના શિક્ષકે શુક્રવારના રોજ કેનાલમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. મૃત્યુ પામેલા શિક્ષક પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. સુસાઇડ નોટ ઉપરથી જાણવા મળી રહ્યું છે કે શિક્ષક હનીટ્રેપ માં ફસાઈ ગયા હતા, આ કારણોસર તેમને સુસાઇડ કર્યું છે.
સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, એક મહિલા શિક્ષકે અને તેના પરિવારના લોકોએ મળીને શિક્ષકનો ખૂબ જ ખરાબ વિડિયો બનાવ્યો હતો અને ત્યારબાદ તેઓ શિક્ષક પાસેથી 7 લાખ રૂપિયાની માંગણી કરી રહ્યા હતા. પૈસા ન ચૂકવવા અને બદનામીના ડરથી શિક્ષકે કેનાલમાં મોદીને પોતાનો જીવનનો ટૂંકાવી લીધું હતું. આ ઘટના રાજસ્થાનના બિકાનેર માંથી સામે આવી રહી છે.
મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે શ્રી ગંગાનગર જિલ્લાના ધરસાણાના રહેવાસી હરિલાલ મધેવાલ બાડમેરની બાલોત્રા સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. 31 જુલાઈના રોજ તેઓ પોતાના ઘરે હતા. અહીં બે દિવસ રોકાયા બાદ તેઓ 2 ઓગસ્ટના દિવસે સવારે 11 વાગ્યાની આસપાસ બાલોત્રા જવા માટે નીકળ્યા હતા. શુક્રવારના રોજ સવારના સમયે હરિલાલે પોતાના સાળાને ફોન કરીને કહ્યું હતું કે, તેની બેગ અને અન્ય સામાન ઇન્દિરા ગાંધી કેનાલ પાસે પડ્યો છે.
તેની એક ડાયરી પણ ત્યાં પડી છે. તે અહીં આવીને લઈ જવાનું કહ્યું હતું. જ્યારે શિક્ષક હરિલાલનો સાળો ત્યાં પહોંચ્યો ત્યારે ત્યાં એક થેલીમાંથી તેને સુસાઇડ નોટ મળી આવી હતી. સુસાઈડ નોટ વાંચીને તે ખૂબ જ ડરી ગયો હતો અને આ ઘટનાની જાણ તેને પોલીસને કરી દીધી હતી. ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. લગભગ 6:00 વાગ્યાની આસપાસ કેનાલમાંથી હરિલાલનું મૃતદેહ બહાર કાઢ્યું હતું. આ ઘટના બનતા જ શિક્ષકના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
બેગમાંથી મળેલી સુસાઇડ નોટમાં હરિલાલે લખ્યું હતું કે, એક મહિલા શિક્ષક, તેની બહેન અને પતિએ તેને ઘરે બોલાવ્યો હતો અને તેનો ખૂબ જ ખરાબ વિડિયો બનાવી લીધો હતો. ત્યારબાદ તેઓ વિડિયો વાયરલ કરવા માટેની ધમકીઓ આપતા હતા. જો વિડીયો વાયરલ ન કરવો હોય તો દસ લાખ રૂપિયા માગતા હતા. પછી સાત લાખમાં સોદો નક્કી કર્યો હતો.
3 ઓગસ્ટના રોજ પ્રથમ હપ્તા તરીકે પાંચ લાખ રૂપિયા આપવાના હતા. બાકીની રકમ 11 ઓગસ્ટ સુધીમાં ચૂકવવાની હતી. તે લોકો કહેતા હતા કે ત્રણ દિવસમાં પૈસા નહીં આપે તો વિડીયો વાયરલ કરી દેશું. જેના કારણે શિક્ષક હરિલાલે કેનાલમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment