નવસારીના જલાલપોરની શાળાના ધોરણ-7ના વ્હોટ્સએપ ગ્રુપમાં એક શિક્ષકે ન જોવાના વિડીયો અપલોડ કર્યા – જાણો સમગ્ર ઘટના

Published on: 3:26 pm, Sat, 2 April 22

નવસારીના જલાલપોરની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના બનતા જ ભારે ખળભળાટ મચી ગયો હતો. મળતી માહિતી અનુસાર જલાલપોરના એક ખાનગી શાળાના ઓનલાઇન શિક્ષણ અને મટીરીયલ મેળવી શકાય તેવા વોટ્સએપ ગ્રુપમાં એક શિક્ષકે ન જોવાય તેવા વિડિયો અપલોડ કર્યા હતા.

આ ઘટના બનતા જ વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર જલાલપોરના ભાનુ નગરની એસ્ટ્રલ ગ્લોબલ શાળાના ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને ભણાવતા પુરુષોત્તમ ઉર્ફે પરેશ નામના શિક્ષકે ગઈકાલે રાત્રે વોટ્સએપ ગ્રુપમાં ના જોવાય તેવા વિડિયો અપલોડ કર્યા હતા.

આ ઘટના બનતા જ વાલીઓમાં ભારે રોષ નો માહોલ જોવા મળ્યો હતો. પરેશ નામના શિક્ષકે ધોરણ 7ના વોટ્સએપ ગ્રુપમાં ન જોવાય તેવા વિડિયો અપલોડ કર્યા હતા. જેના કારણે વિદ્યાર્થીઓ હેબતાઈ ગયા હતા. આ ઘટનાની જાણ વાલીઓને થતા વાલી હોય વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ આ મુદ્દે શાળાના મહિલા આચાર્યને જાણ કરી હતી.

ત્યારબાદ આચાર્ય ન જોવા ના વિડીયો મોકલનાર શિક્ષક ને ફોન કર્યો હતો. ત્યારે શિક્ષક તરફથી જવાબ મળ્યો હતો કે, મેં કોઈપણ પ્રકારની પોસ્ટ કરી નથી. અને ત્યારબાદ વિડીયો મોકલનાર શિક્ષકે વોટ્સએપ ગ્રુપ માંથી વિડીયો ડીલીટ કરી નાખ્યા હતા.

આ એક શિક્ષકના કારણે બધા અન્ય શિક્ષકોની ગરિમા લજવાય છે. આ સમગ્ર ઘટનાને લઇને જિલ્લા શિક્ષણ વિભાગે પણ શાળા પાસેથી ઘણા જવાબ માંગ્યા છે. ઉપરાંત વાલીઓએ શિક્ષકનેના વિરુદ્ધમાં કડક માં કડક કાર્યવાહી થાય તે માટેની માંગ કરી છે.

સમગ્ર ઘટનાને લઇને શાળાના આચાર્યએ જણાવ્યું કે, પરેશ નામના શિક્ષકને 15 દિવસ પહેલા જ શાળામાંથી કાઢી નાખવામાં આવ્યા હતા. કારણ કે તેમનું કામ બરાબર ન હતું. તેને આ વાતનો બદલો લેવા માટે આ કાર્ય કર્યું હશે તેવું માની શકાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "નવસારીના જલાલપોરની શાળાના ધોરણ-7ના વ્હોટ્સએપ ગ્રુપમાં એક શિક્ષકે ન જોવાના વિડીયો અપલોડ કર્યા – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*