એક શિક્ષકે વિદ્યાર્થીનીને પાછળથી પકડીને કેક ખવડાવવાના બાહને કરે છેડતી, શિક્ષકની આ અશ્લીલ હરકત કેમેરામાં થઇ કેદ – જુઓ વીડિયો

90

આજકાલ સોશિયલ મીડિયામાં અવારનવાર ઘટનાના વિડિયો સામે આવી રહ્યા છે. છેલ્લા થોડાક સમયથી છેડતી ની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. ત્યારે ઉત્તર પ્રદેશની એક શરમજનક ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ઉત્તર પ્રદેશના રામપુરમાં શિક્ષકની એક અશ્લીલ હરકતનો વીડિયો સામે આવ્યો છે.

મળતી માહિતી મુજબ દમયંતી મોદી એકેડેમીમાં ગત શિક્ષકદિનના દિવસે યોજાયેલા કાર્યક્રમમાં આલોક સકસેના નામના એક શિક્ષકે શાળાની વિદ્યાર્થીની સાથે અશ્લીલ હરકત કરી હતી.

મળતી માહિતી અનુસાર શિક્ષક વિદ્યાર્થીને પાછળથી પકડી ને કેક ખવડાવવાના બહાને છેડતી કરી રહ્યો હતો. વીડિયોમાં તમે જોઈ શકો છો કે જ્યારે શિક્ષક આ રીતની હરકત કરે છે ત્યારે વિદ્યાર્થીની શિક્ષક પાસેથી છૂટવાનો પ્રયત્ન કરે છે.

એટલું જ નહીં આસપાસના લોકોએ વિદ્યાર્થીનીને શિક્ષક ની આંગળી પર બચકું ભરી જવાનું પણ કહ્યું હતું. તે દરમિયાન શિક્ષકે વિદ્યાર્થીનીને કહ્યું કે ‘જો આવ્યું કોઈ બચાવવા?’

મળતી માહિતી મુજબ આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં પોલીસે તાત્કાલિક શિક્ષક સામે ફરિયાદ નોંધી હતી અને શિક્ષકની ધરપકડ કરી હતી ઉપરાંત વિડીયો વાયરલ થતા શાળાના પ્રિન્સીપાલ ને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે વિદ્યાર્થીની શિક્ષક પાસેથી છૂટવાનો પ્રયત્ન કરે છે પરંતુ શિક્ષક વિદ્યાર્થીનીને મૂકતો નથી અને તેની છેડતી કરે છે. અને શિક્ષકનો આ અશ્લીલ હરકત નો વિડીયો કેમેરામાં કેદ થઈ જાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!