એક ટેન્કર ડિવાઇડર કૂદી 15 ફૂટ ઊંડા ખાડામાં પલટી ખાઈ ગયું, ટેન્કર નીચે દબાઈ જતા બે લોકોના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ…

Published on: 11:48 am, Thu, 24 February 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે ગોગુંડાના નેશનલ હાઇવે 27 પર બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટના ભાડવી ગુડા પાસે બની હતી. અહીં એક કુડ ઓઇલથી ભરેલું ટેન્કર પલટી ખાઈ ગયું હતું.

મળતી માહિતી અનુસાર ટેન્કર ડિવાઇડર કૂદીને રોડની બીજી બાજુ 15 ફૂટ ઊંડા ખાડામાં પલટી ખાઈ ગયું હતું. આ અકસ્માતમાં બે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

ઘટનાની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ઉપરાંત એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. એટલું જ નહીં પરંતુ આ અકસ્માતમાં ટેન્કરે અન્ય ત્રણ વાહનોને પણ ટક્કર લગાવી છે.

અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. મળતી માહિતી અનુસાર ટેન્કરને સ્પીડ વધુ હોવાના કારણે પાછળથી આવતી બોરિંગ મશીન કાર સાથે અથડાયું હતું.

ટક્કર એટલી જબરદસ્ત કિકેટ ટેન્કર રોડની બીજી બાજુ ડીવાઈડર કૂદીને 15 ફૂટ ઊંડા ખાડામાં પડ્યું હતું. આ કારણોસર સામેથી આવતી એક કાર પર ટેન્કર સાથે અથડાઈ હતી. આ ઘટનામાં એક પછી એક ત્રણ વાહનો ટેન્કર સાથે અથડાયા હતા.

આ ઘટનામાં બે લોકોના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયા હતા. અકસ્માતમાં ટેન્કરને ભારે નુકસાન થયું હતું. મૃત્યુ પામેલા બે લોકો ટેન્કરની નીચે દબાઈ ગયા હતા. આ કારણોસર તેમનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "એક ટેન્કર ડિવાઇડર કૂદી 15 ફૂટ ઊંડા ખાડામાં પલટી ખાઈ ગયું, ટેન્કર નીચે દબાઈ જતા બે લોકોના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*