120ની સ્પીડે આવતી સ્વીફ્ટ કારે અલ્ટો કારને લગાવી જોરદાર ટક્કર, કારની પાસે રમી રહેલી 4 વર્ષની માસુમ બાળકી…જુઓ લાઈવ અકસ્માતનો વિડીયો…

Published on: 11:37 am, Thu, 1 December 22

સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર અકસ્માતના વિડીયો વાયરલ થતા હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક રૂવાટા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ અકસ્માતની ઘટનામાં રોડની સાઈડ પર ઓટલા પર બેઠેલા એક કાકા અને 4 વર્ષની માસુમ બાળકીને ભગવાન દેખાઈ ગયા હતા.

આ અકસ્માતની ઘટનામાં 120ની ઝડપે દોડી રહેલી કારે રોડના કિનારે પાર્ક કરેલી બીજી કારને જોરદાર ટક્કર લગાવી હતી. આ ગંભીર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. મળતી માહિતી અનુસાર આ ઘટના રાજસ્થાનમાં બની હતી.

આ અકસ્માતની ઘટનામાં ઓટલા પર બેઠેલા વ્યક્તિ અને ત્યાં માસુમ બાળકીનો જીવ બચી જાય છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના 20 દિવસ પહેલાની છે. પરંતુ આ ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, લગભગ 20 દિવસ પહેલા ભેરૂ લાલ નામના 50 વર્ષીય વ્યક્તિ પોતાની ચાર વર્ષની પૌત્રીને દુકાનની બહાર લઈને બેઠા હતા.

ત્યારે એક પુરપાટ ઝડપે આવી રહેલી સ્વીફ્ટ કારે ભેરુ લાલની અલ્ટો કારને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે આ અકસ્માતની ઘટનામાં બંને કારને ભારે નુકસાન થયું છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના 10 નવેમ્બરના રોજ બની હતી.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક ચાર વર્ષની દીક્ષા નામની માસુમ બાળકી અલ્ટ્રો કારમાંથી ઉતરીને ઓટલા પર બેઠેલા પોતાના નાના પાસે જતી રહે છે. અને થોડીક વાર બાદ પુરપાટ ઝડપે આવતી સ્વિફ્ટ કાર અલ્ટ્રો કાર સાથે અથડાય છે અને ગંભીર અકસ્માત સર્જાય છે. સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

અકસ્માતની ઘટના બની તેની થોડીક મિનિટ પહેલા જ દીક્ષા કારમાંથી ઉતરી જાય છે આ કારણોસર તેનો જીવ બચી ગયો હતો. જો દીક્ષા કારમાં બેઠી હોત તો આ અકસ્માતની ઘટનામાં તેનો જીવ ચાલ્યો ગયો હોત. સદનસીબે આ અકસ્માતની ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો