છેલ્લા થોડા દિવસોથી જીવન ટૂંકાવવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે એક સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ ગુરૂવારના રોજ વહેલી સવારે ઘરની નજીકમાં ડુંગરી ઉપર ઝાડ પર ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના બનતાં ભારે અરેરાટી મચી ગઇ હતી. પરિવારના જવાનજોધ દીકરાનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ એક બે વર્ષ અગાઉ પોલીસ વિભાગમાં નોકરીએ લાગેલા 30 વર્ષીય મુકેશભાઈ વાઘાભાઈ સોલંકી નામના પોલીસ કોન્સ્ટેબલે 07-04-22 ના રોજ વહેલી સવારે પોતાના ઘરની નજીક ડુંગરી ઉપર એક ઝાડ પર ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.
આ ઘટનાની જાણ થતાં પરિવારજનો અને આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. આ ઘટના બનતા ચારેબાજુ માતમ છવાઈ ગયું હતું. મુકેશભાઈનું મૃત્યુ થતા ત્રણ બાળકો એ પિતાની છત્રછાયા ગુમાવી છે. મળતી માહિતી મુજબ પરિવારનો એકમાત્ર જમાવનાર પુત્રનું મૃત્યુ થતાં પરિવાર આર્થિક રીતે પડી ભાંગ્યું હતું.
મળતી માહિતી અનુસાર જેલમાંથી કેદી ભાગી જવાના કારણે એસ.પી એ મુકેશભાઈને સસ્પેન્ડ કર્યા હતા. મળતી માહિતી અનુસાર ફરાર થઈ ગયેલો આરોપી મુકેશભાઇના કબજામાં ન હતું. મુકેશભાઈના કબજામાં રહેલા આરોપી સલામત હતા.
છતાં પણ બીજાની ભૂલ તેમને ભોગવવી પડી હતી. સસ્પેન્ડ થવાના કારણે મુકેશભાઈ માનસિક રીતે ખૂબ જ નબળા પડી ગયા હતા. છેવટે માનસિક તણાવ સહન ન થતા મુકેશભાઈ મજબૂત બનીને આ પગલું ભર્યું હશે. મૃતકના પરિવારજનોએ મુકેશભાઈ ને ન્યાય મળે તે માટેની માંગ કરી છે.
મળતી માહિતી મુજબ અરવિંદસિંહ રાઠોડ નામનો આરોપી પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયું હતું. આ કારણોસર મુકેશભાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. છેવટે મુકેશભાઈ માનસિક તણાવમાં આવી ને આ પગલું ભરી લીધું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment