અમરેલીના ચલાલા રોડ પરથી એક વિદ્યાર્થી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો, ત્યારે અચાનક ચાલુ બાઈકમાં લાગેલી આગ….

Published on: 5:38 pm, Fri, 28 January 22

અમરેલીના ચલાલ માર્ગ પર એક બાઇકમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના આજરોજ સવારે બની હતી. રસ્તા પર ચાલુ બાઈકમાં અચાનક આગ લાગી ઉઠી હતી. આ કારણસર ભારે અફરાતફરી મચી ગઇ હતી.

ચાલુ બાઈક માં અચાનક આગ લાગતા બાઇક સવાર વિદ્યાર્થી પોતાનો પોતાનો જીવ બચાવવા માટે બાઈક પર થી કુદી ગયો હતો. મળતી માહિતી અનુસાર ચલાલા માર્ગ પર અમર ડેરી નજીક એક વિદ્યાર્થી પોતાની બાઇક લઇને પસાર થઇ રહ્યો હતો.

ત્યારે અચાનક જ ચાલુ બાઈક માં આગ લાગી ઉઠી હતી. આગ લાગતા જ વિદ્યાર્થી ચાલુ બાઈકે બાઈક પરથી છલાંગ લગાવી દીધી હતી. અને પોતાનો જીવ બચાવ્યો હતો. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી.

બાઈકચાલક વિદ્યાર્થી ડરી ગયો હતો. વિદ્યાર્થીએ યોગ્ય સમયે બાઈક પરથી છલાંગ લગાવી તે કારણોસર કોઇ મોટી દુર્ઘટના બની નથી. આ ઘટનામાં બાઇક પર લાગેલી આગે ટૂંક સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

અને બાઇક સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગઈ હતી. બાઈક માં કયા કારણોસર આગ લાગી તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અમરેલીના ચલાલા રોડ પરથી એક વિદ્યાર્થી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો, ત્યારે અચાનક ચાલુ બાઈકમાં લાગેલી આગ…."

Leave a comment

Your email address will not be published.


*