સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે જીવ ટુકાવાની ઘટનાઓ વધી રહી છે. આજકાલના યુવાનો અને યુવતીઓ ઘણી વખત નાની-નાની બાબતમાં સુસાઇડ જેવું મોટું પગલું ભરી લેતા હોય છે. ત્યારે હાલમાં બનેલી કેવી છે કે ઘટના સામે આવી છે. આ ઘટનામાં ધોરણ 12 ની વિદ્યાર્થીનીએ ગુરુદ્વારાના છત પરથી નીચે કૂદીને પોતાનો જીવ ટૂંકાવાનો પ્રયાસ કર્યો છે.
સમગ્ર ઘટના બન્યા બાદ વિદ્યાર્થીનીને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હાલમાં તેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના ઇંદોરમાંથી સામે આવી છે. પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યું છે કે યુવતીએ આ પગલું ભરતા પહેલા 4 લીટીનો એક પત્ર પણ લખ્યો હતો.
પત્રની અંદર યુપીએ શું લખ્યું હતું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. સમગ્ર ઘટનાને લઈને દીકરીના પરિવારના લોકોનું કહેવું છે કે પગ લપસવાના કારણે દીકરી છત ઉપરથી નીચે પડી હતી. મૃત્યુ કયા કારણોસર થયું તેનું સાચું કારણ જાણવાની પોલીસે કામગીરી શરૂ કરી દીધી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના બપોરે 1.30 વાગ્યાની આસપાસ બની હતી.
મળતી માહિતી અનુસાર ઇન્દોરના રજવાડા પાસેના ગુરુદ્વારામાં વિદ્યાર્થીનીએ ત્રીજા માળાથી નીચે કૂદીને પોતાનો જીવ ટૂંકાવાનો પ્રયાસ કર્યો હતો તેવી માહિતી સામે આવી રહી છે. વિદ્યાર્થીની ગુરુદ્વારાની પાસેથી પસાર થઈ રહેલા ઈલેક્ટ્રીક વાયર સાથે અથડાઈને નીચે પડી હતી. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો કે અચાનક જ એક બાળકી ઉપરથી નીચે પડેલી ગાડીઓ ઉપર પડે છે. આ ઘટના બનતા જગ્યા હાજર આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. સૌપ્રથમ બાળકીને ઇજાગ્રસ્ત હાલતમાં MY હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી. ત્યારબાદ ત્યાંથી વધુ સારવાર માટે તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.
ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ગુરુદ્વારાના ધાબા પરથી નીચે મોતની છલાંગ લગાવી…જુઓ ઘટનાનો લાઇવ વિડિયો… pic.twitter.com/bsMhP6K25v
— GUJJU ROCKZ (@gujju_rockz) December 9, 2022
હાલમાં હોસ્પિટલમાં વિદ્યાર્થીની સારવાર ચાલુ છે અને તેની હાલત ખૂબ જ નાજુક છે તેવું કહેવામાં આવી રહ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીએ આ પગલું ભરી આપેલ ત્રણથી ચાર લીટીની નોટ લખી હતી. પરિવારના લોકોએ આ વાતને નકારી દીધી છે અને કહ્યું કે પગ લપસી જવાના કારણે તેમની દીકરી ઉપરથી નીચે પડી છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment