ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ખાસ કરીને નાની ઉંમરના યુવાનોને અને યુવતીઓને હાર્ટ એટેક આવવાના બનાવો ખૂબ જ વધી રહ્યા છે. ત્યારે રાજકોટ નજીક રીબડામાં સ્વામિનારાયણ ગુરુકુળમાં આ જ રોજ ગુરુપૂર્ણિમાની ઉજવણીના કાર્યક્રમમાં ધોરણ 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે.
આ ઘટનાનો એક વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મતી માહિતી અનુસાર ગુરુકુળમાં અભ્યાસ કરતો દેવાંશ ભાયાણી સ્ટેજ પર માઈકનું સ્ટેન્ડ મૂકવા થતો હતો. આ દરમિયાન અચાનક જ તેને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને તે સ્ટેજ પર જ ઢળી પડ્યો હતો. જેથી ત્યાં હાજર અન્ય વિદ્યાર્થીઓ અને ગુરુકુળનો સ્ટાફ ત્યાં દોડી આવ્યો હતો.
ત્યારબાદ દેવાંશને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં દેવાંશને સારવાર મળે તે પહેલાં તો તેનું મોત થઈ ગયું હતું. ડોક્ટરે જણાવ્યું કે દેવાંશનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. પરિવારના એકના એક દીકરાનું મોત તથા પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
મળતી માહિતી અનુસાર આજે ગુરુપૂર્ણિમા અંગે ગુરુકુળમાં કાર્યક્રમ હતો. જેથી દેવાંશ અને અન્ય બે મિત્રો સાથે મળીને પોડિયમ ઉપાડી બાજુ પર મૂકી કાર્યક્રમની તૈયારીઓ કરી રહ્યા હતા. ત્યારે અચાનક જ તે બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલા તો દેવાંશ નું મોત થઈ ગયું હતું. મૃત્યુ પામેલો દેવાંશ પરિવારનો એકનો એક દીકરો હતો. રાજકોટના સિવિલ હોસ્પિટલના ડોક્ટરના જણાવ્યા અનુસાર, દેવાંશ ને અગાઉથી હદય રોગની બીમારી હોઈ શકે છે. પ્રાથમિક રીતે જોતા સામાન્ય યુવાનોના હૃદય કરતા દેવાંશના હૃદયનું વજન વધારે જોવા મળ્યું છે.
રાજકોટમાં ધોરણ 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું હાર્ટ એટેક આવતા મોત… જુઓ મોતના લાઈવ દ્રશ્યો… pic.twitter.com/ygiLsGkpvS
— GUJJU ROCKZ (@gujju_rockz) July 3, 2023
જેના કારણે તેને અગાઉથી હૃદય રોગની બીમારી હોઈ શકે છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ દેવાંશના મોતનું સાચું કારણ જાણવા મળશે. આ ઘટનાનો એક વિડિયો પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment