હાલમાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ ઝાડ પર લટકીને ગળાફાંસો ખાઈ લીધો છે. આજરોજ સવારે વિદ્યાર્થીનું મૃતદેહ ઝાડ પર લટકતી હાલતમાં મળી આવ્યું હતું. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને કાર્યવાહી હાથ ધરી હતી.
વિદ્યાર્થીએ કયા કારણોસર આ પગલું ભર્યું તેની માહિતી બહાર આવી નથી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ તપાસ રહે છે. આ ઘટના ભોપાલમાં બની હતી. ભોપાલમાં મૌલાના આઝાદ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ ઝાડ પર લટકીને પોતાનું જીવન ટુંકાવી લીધું હતું.
મૃત્યુ પામેલા વિદ્યાર્થીની ઉંમર 22 વર્ષની હતી અને તેનું નામ આકાશ હતું. આકાશ મેડિકલ એન્જિનિયરિંગના અંતિમ વર્ષમાં હતો. આકાશ સંસ્થાની હોસ્ટેલ નંબર આઠમાં રહેતો હતો. મૃતક આકાશ બુરહાનપુરનો રહેવાસી હતો. શુક્રવારે રાત્રે 8:00 વાગ્યા સુધી આકાશ પોતાના હોસ્ટેલના મિત્રો સાથે હતો.
આ સમયે અન્ય વિદ્યાર્થીઓને આકાશ સામાન્ય જ લાગ્યો હતો. ત્યારે અચાનક જ તે મિત્રોને કંઈ પણ કહ્યા વગર પોતાની બાઈક લઈને હોસ્ટેલની બહાર નીકળી ગયો હતો. ત્યારબાદ આખી રાત આકાશ હોસ્ટેલમાં પાછો આવ્યો ન હતો. મળતી માહિતી અનુસાર શનિવારના રોજ સવારે જ્યારે કેમ્પસમાં રહેતા વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સ્ટાફ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તરફ ગયા.
ત્યારે તેમની ઝાડ પર આકાશ નું મૃતદેહ દોરડા પર લટકતું જોયું હતું. આ દ્રશ્યો જોઈને તેમના પગ નીચેથી જમીને સરકી ગઈ હતી. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. આકાશે કયા કારણોસર આ પગલું ભર્યું તેની કોઈ માહિતી સામે આવી નથી.
પોલીસે આકાશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આકાશના મૃત્યુના કારણે તેના પરિવાર અને તેના મિત્રોમાં માતમ છવાઈ ગયો છે. તમામ લોકો વિચારી રહ્યા છે કે આકાશે આ પગલું શા માટે ભર્યું હશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment