ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક દિવસોથી સુસાઇડની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે પાટણના સિદ્ધપુર તાલુકાના સુજાનપુર ગામે આવેલી તિરંગા કોલેજનાનર્સિંગના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ એસિડ પીને સુસાઇડ કરી લીધું છે. આ ઘટના બનતા જ ચારેય બાજુ ભારે અફરાતફરી મચી ગઈ હતી.
જ્યારે મૃત્યુ પામેલા વિદ્યાર્થીના પરિવારજનોનો આક્ષેપ છે કે, કોલેજના પ્રોફેસરે પરીક્ષામાં નપાસ કરવાની વિદ્યાર્થીને ધમકી આપી હતી એટલે તેને સુસાઇડ કર્યું છે. મૃત્યુ પામેલા વિદ્યાર્થીનું નામ અરુણ અરુણ હતું. અરુણે શનિવારના રોજ રાત્રિના સમયે એસિડ પીને સુસાઇડ કરવાનો પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ પરિવારના સભ્યો તાત્કાલિક અરુણને સારવાર માટે સિદ્ધપુર રહી ગયા હતા. પરંતુ અરુણની હાલત વધારે પડતી ગંભીર હોવાના કારણે તેને વધુ સારવાર માટે પાટણ લઈ જવામાં આવ્યો હતો. અહીં પાટણની હોસ્પિટલમાં ગઈકાલે રાત્રે સારવાર દરમિયાન અરુણનું મોત થયું હતું.
અરુણના મોતના સમાચાર મળતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા અરુણના પિતા પ્રકાશભાઈ એ જણાવ્યું હતું કે, મારો દીકરો અરુણ સુજાનપુર તિરંગા કોલેજમાં નર્સિંગના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો. જ્યારે અરુણે કોલેજમાં એડમિશન લીધું ત્યારબાદ એક વર્ષથી તેનું ટોચિંગ ચાલુ થઈ ગયું હતું.
મારો દીકરો કાંઈક સિક્રેટ જાણી ગયો હતો એમ મને કહેતો હતો. મારો દીકરો મને કહેતો હતો કે સાહેબની પોલ હું જાણી ગયો છું એટલે મને હેરાન કરે છે. આ બાબતના કારણે પ્રોફેસરે અરુણને પરીક્ષામાં નપાસ કરવાની ધમકી આપી હતી. આવો આક્ષેપ અરુણના પિતાએ લગાવ્યો છે. હાલમાં તો આ ઘટનાને લઈને પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment