NEETની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીએ પરીક્ષાના એક દિવસ સુસાઈડ કરી લીધું, કહ્યું કે “વાલીઓને લાગે છે કે પરીક્ષાનું…” જુઓ સુસાઇડ પહેલાનો વિડીયો…

Published on: 1:16 pm, Mon, 8 May 23

દેશભરમાં છેલ્લા થોડા દિવસોથી સુસાઇડની(Suicide) ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે NEETની તૈયારી કરી રહેલા એક વિદ્યાર્થીએ પરીક્ષાના એક દિવસ પહેલા જ ગળાફાંસો ખાઈને પોતાનો જીવ ટૂંકાવ્યો છે. આ ઘટના બનતા જ મૃત્યુ પામેલા વિદ્યાર્થીના પરિવારના લોકોને ભારે આઘાત લાગ્યો હતો. વિદ્યાર્થીઓના સંબંધીઓનું કહેવું છે કે, તેમનો દીકરો સુસાઇડ ન કરી શકે.

प्रभात कुमार निशाद की फाइल फोटो।

આ મામલે પોલીસે ગંભીરતાથી તપાસ કરવી જોઈએ. સમગ્ર ઘટનાની જાણ થયા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સુસાઇડ વાળા રૂમને સીલ કરી દીધો છે અને વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના છત્તીસગઢના દુર્ગા જિલ્લામાં બની હતી. અહીં પ્રભાત કુમાર નામનો યુવક છેલ્લા એક વર્ષથી NEET પરીક્ષાની તૈયારી માટે ભાડાના રૂમમાં રહેતો હતો.

ગત રવિવારના રોજ NEETની પરીક્ષા હતી. પરીક્ષાના એક દિવસ પહેલા એટલે કે ગત શનિવારના રોજ સાંજના સમયે પ્રભાતે પોતાના રૂમમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. પ્રભાત પાસેથી પોલીસને કોઈ પણ પ્રકારની સુસાઇડ નોટ મળી નથી. પરંતુ સુસાઇડ કરતા પહેલા પ્રભાતે પોતાના મોબાઈલ ફોનમાં બે વિડીયો બનાવ્યા હતા.

मरने से पहले प्रभात ने बनाया था वीडियो क्लिप

જેમાં પ્રથમ વીડિયોમાં પ્રભાત કહે છે કે, હેલો મિત્રો, હું પ્રભાત આ ઘટિયા સમાજ અને નબળી શિક્ષણ વ્યવસ્થા સાથે કામ કરું છું. હું સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છું. હું એવી વ્યક્તિ છું કે જે પોતાના મૂડ સાથે ખુલીને રહેવાનું પસંદ કરે છે અને રહે છે. હવે મને બહુ ડર લાગે છે કે હવે હું શું કરીશ અને શું નહીં કરું. હવે મારી પાસે વધારે કાંઈ નથી બોલવા માટે.

આ ઉપરાંત પ્રશાંત બીજા વીડિયોમાં કરી રહ્યો છે કે, મને છેલ્લા એક મહિનાથી ઉલટીઓ થઈ રહે છે, તેમાં રક્ત આવી રહ્યું છે. તે શું હતું તે ખબર નથી. ક્યારેક ઉલટી થતી, ક્યારેક રક્ત આવતું, ક્યારેક ન આવતું. હું ઘણી બધી બાબતોમાંથી પસાર થઈ રહ્યો છું. દરેકની કારકિર્દી સરખી હોતી નથી. વાલીઓને લાગે છે કે, પરીક્ષાનું દબાણ હોતું નથી. પણ એવું નથી. ઘણી બધી બાબતો આપણા મગજમાં પણ રહે છે. મને ખબર નથી કે હું શું કરી રહ્યો છું. મને ખબર નથી કે હું કંઈક ખોટું બોલી રહ્યો છું.

આ પ્રકારના વિડીયો બનાવીને પ્રભાતે પોતાનો જીવન ટૂંકાવી લીધું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી રહે છે. પ્રભાત ના મૃત્યુના કારણે તેના પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો