એક દુઃખદાયક ઘટના સામે આવી છે. વડોદરા થી કેનેડા ભણવા ગયેલા એક યુવકનો અભ્યાસ પૂર્ણ થતા તે મિત્રો સાથે ફરવા ગયો હતો અને ત્યારે ક્લિફ જમ્પિંગ રમતમાં ઊંડા પાણીમાં ડૂબી જવાના કારણે વિધાર્થીનું કરૂણ મૃત્યુ થયું છે. આ ઘટનાની જાણ થતાં વડોદરામાં રહેતા માતા-પિતા એ જમવાનું છોડી દીધું હતું.
મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવકનું નામ રાહુલ છે. અને તે કેનેડાના ટોરેન્ટો ઓન્ટેરિયો ખાતે માર્કેટિંગના પોસ્ટ ગ્રેજ્યુએશન માટે ગયો હતો. અને તેનો અભ્યાસ પૂર્ણ થયો ત્યારે તેને નોકરી માટે અપ્લાય કરી હતી.
તે દરમિયાન તે પોતાના મિત્રો સાથે ટોરેન્ટો થી 300 કિલોમીટર દૂર ટોબરમોરી ખાતે 20 ઓક્ટોબરના રોજ ફરવા ગયો હતો. રાહુલે ત્યાં તેના મિત્રો સાથે પર્વત પરથી ઠંડા પાણીના તળાવ માં કૂદવાની રમત શરૂ કરી હતી.
ત્યારે રાહુલનો એક મિત્રે યશ કોટડિયા પાણીમાં ઠંડા પાણીને લઈને એ ગભરાયો હતો. પરંતુ તેના હાથમાં પથ્થર આવી જતાં તેનો જીવ બચી ગયો હતો. પરંતુ પાણીમાં કૂદી રાહુલ તળાવના ઉંડા પાણીમાં ફસાઇ જતાં તે પાણીમાં ડૂબી ગયો હતો અને તેના કારણે તેનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.
આ ઘટનાની જાણ થતા રાહુલના માતા પૂજાબેન અને પિતા સુનિલભાઈ જમવાનું છોડી દીધું હતું. રાહુલના મૃતદેહને પ્લેન દ્વારા વડોદરા લાવવા માટે કાર્યવાહી હાથ ધરાઇ હતી.
પરંતુ ટેક્નીકલ પ્રોબ્લેમ અને મંજૂરીના કારણથી સમય વેડફાઇ જતાં અન્ય પરિચિત તો દ્વારા સાંસદ રંજનબેન ભટ્ટને જાણ કરાતા તેઓ તાત્કાલિક રાહુલ પરિવાર પાસે દોડી આવ્યા હતા. અને તેમના પ્રયાસના કારણે હવે એક દિવસ વહેલા મૃતદેહ વડોદરા લાવવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment