વલસાડમાં કોલેજના કેમ્પસમાં મિત્રો સાથે ચાલતા ચાલતા વિદ્યાર્થી ઢળી પડ્યો, મિત્રોની નજર સામે મિત્રનું મોત…જુઓ લાઈવ મૃત્યુનો વિડીયો…

વલસાડમાં આજરોજ સવારે બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં વલસાડની જેપી શ્રોફ આર્ટસ કોલેજમાં કેમ્પસમાં મિત્ર સાથે ચાલીને જઈ રહેલા વિદ્યાર્થીનું અચાનક જ ઢળી પડતા મૃત્યુ થયું છે. આ ઘટના કેમ્પસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

હસતા-ખેલતા 19 વર્ષીય યુવકનું અચાનક જ મૃત્યુ થતા તેના પરિવારના સભ્યો, મિત્રો અને કોલેજ સ્ટાફમાં માતામાં છવાઈ ગયો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે હાર્ટ એટેક આવવાના કારણે વિદ્યાર્થીનું મૃત્યુ થયું છે. મૃત્યુ પામેલા વિદ્યાર્થીનું નામ આકાશ દિનેશભાઈ પટેલ હતું.

તે વલસાડના મોગરવાડી વિસ્તારમાં રહેતો હતો. આકાશ જેપી શ્રોફ આર્ટસ કોલેજમાં એસવાય બીએ માં અભ્યાસ કરતો હતો. દરરોજની જેમ આજ રોજ સવારે પણ તે કોલેજમાં પહોંચ્યો હતો. સવારે 11 વાગ્યાની આસપાસ આકાશ તેના મિત્ર સાથે કોલેજ કેમ્પસમાં આવેલા ગાર્ડનમાં વાતચીત કરી રહ્યો હતો.

ત્યારે નજીકમાં બેઠેલા અન્ય મિત્રોને આકાશ મળવા માટે તેની પાસે જાય છે. ત્યારે અચાનક જ તે ઢળી પડે છે. ત્યારબાદ આસપાસના વિદ્યાર્થીઓ અને તેના સાથી મિત્રો ત્યાં દોડી આવ્યા હતા. ઘટનાની જાણ કોલેજના સ્ટાફને થતા તાત્કાલિક તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઘટનાની જાણ 108ની ટીમને કરી હતી.

108 ઘટના સ્થળે પહોંચે તે પહેલા વિદ્યાર્થીઓ અને કોલેજ સ્ટાફ દ્વારા આકાશને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ લઈ જવા માટે નીકળ્યા હતા. રસ્તામાં 108 માં આકાશને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. ત્યાંથી તેને કસ્તુરબા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

હોસ્પિટલમાં હાજર ડોક્ટરે આકાશને બચાવવાના પૂરતા પ્રયત્નો કર્યા પરંતુ આકાશનો જીવ બચી શક્યો નહીં. મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે અચાનક જ હાર્ટ એટેક આવવાના કારણે આકાશનું મૃત્યુ થયું હતું. છેલ્લા ઘણા સમયથી યુવાનોને હાર્ટ એટેક આવવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*