વડોદરામાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં રખડતા કૂતરાએ ઘરમાં ઘૂસીને ઘોડિયામાં સુતેલી પાંચ મહિનાની માસુમ બાળકોની કરી નાખી એવી હાલત કે તમે વિચાર્યું પણ નહીં હોય. મળતી માહિતી અનુસાર રખડતા કૂતરાએ પાંચ મહિનાની માસુમ બાળકીના માથા પર બચકાં ભર્યા હતા.
જેમાં બાળકીને 15 ટાંકા આવ્યા છે. આ ઘટના શહેરના વૈકુંઠ પ્લેટના ગ્રાઉન્ડ ફ્લોરના ટેનામેન્ટમાં બની હતી. અહીં ઘરમાં એક પાંચ મહિનાની માસુમ બાળકે ઘડિયામાં સૂતી હતી. આ દરમિયાન રખડતું એક કૂતરું ઘરની અંદર ઘૂસી જાય છે અને બાળકી પર પ્રહાર કરે છે.
કુતરાએ માસુમ બાળકીના માથા પર બચકા ભર્યા અને ત્યારબાદ બાળકીનું રક્ત ચાટવા લાગ્યો. આ દરમિયાન બાળકીની માતા ઘરમાં પહોંચી આવે છે અને બાળકીને બચાવી લે છે. ત્યારબાદ ઇજાગ્રસ્ત હાલતમાં બાળકીને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં લઈ જાય છે.
આ સમગ્ર ઘટનાને લઈને બાળકીના પિતાએ જણાવ્યું કે, મારી પત્ની પાણી ભરવા માટે બહાર ગઈ હતી. આ દરમિયાન દીકરી ઘરમાં ઘોડિયામાં સુતી હતી. ત્યારે રખડતો એક કૂતરો ઘરની અંદર ઘૂસીને ઘોડિયામાં સુતેલી દીકરી પર પ્રહાર કરે છે.
પાંચ મિનિટ બાદ મારી પત્ની જ્યારે પાણી ભરીને પરત ઘરે આવે છે. ત્યારે તે ઘરની અંદર કૂતરાને જુએ છે. ત્યારબાદ મારી પત્ની કૂતરાને ભગાડવાનો પ્રયાસ કરે છે. પરંતુ કૂતરું ઘરની બહાર જતું નથી. પછી તે હિંમત રાખીને દીકરીને ઘોડિયામાંથી બહાર કાઢે છે અને તેને હોસ્પિટલ લઈ જાય છે.
છતાં પણ કૂતરું ઘરમાં જ હતું. બધી માહિતી અનુસાર આ ઘટનામાં માસુમ બાળકીના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતી હતી. દીકરીના માથાના ભાગે 15 જેટલા ટાંકા લેવામાં આવ્યા છે. આ કિસ્સો માતા-પિતા માટે ચેતવણી રૂપ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment