રખડતા ઢોરે શેરીમાં રમતા 6 વર્ષના માસુમ બાળકને ખૂંદી નાખ્યો, પછી તો કંઈક એવું બન્યું કે… કઠણ કાળજા વાળા લોકો જ વિડિયો જોજો…

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. અત્યાર સુધીમાં રખડતા ઢોરે ઘણાં નિર્દોષ લોકોને અડફેટેમાં લીધા હશે. જેના તમે ઘણા અવારનવાર વિડિયો પણ સોશિયલ મીડિયા પર જોયા હશે. ત્યારે હાલમાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી રહી છે.

મંગળવારના રોજ એક ગાય શેરીમાં એક માસુમ બાળકને અડફેટેમાં લીધો હતો. બાળકોની ચીસો સાંભળીને આસપાસના લોકો ત્યાં દોડીએ આવ્યા હતા. ત્યારબાદ ગાયને ત્યાંથી ભગાડીને બાળકનો જીવ બચાવ્યો હતો. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

હાલમાં ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ ઘટના હરિયાણાના ફતેહાબાદમાંથી સામે આવી રહી છે. સમગ્ર ઘટનાને લઈને વિગતો વાર વાત કરીએ તો, એક શેરીમાં 6 વર્ષનો માસુમ બાળક રમી રહ્યો હતો.

આ દરમિયાન ત્યાંથી એક ગાય પસાર થાય છે અને બાળકને જોઈને ગાય તેના ઉપર પ્રહાર કરવા માટે દોડે છે. ગાયને જોઈને બાળક ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરે છે. આ દરમિયાન માસુમ બાળક રોડ ઉપર પડી ગયો હતો. ત્યારબાદ ગાયે બાળક ઉપર પ્રહાર કર્યા હતા.ત્યારે બાળકની બૂમાબૂબ સાંભળીને આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા.

પછી ગાયને ભગાડીને માસુમ બાળકને બચાવવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહની થઈ નથી. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ઘટનાના વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજ જોઈને સ્થાનિક લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. જો આ ઘટનામાં આસપાસના લોકો યોગ્ય સમયે બાળકને બચાવવા આવ્યા ન હોત તો બાળકનો જીવ જતો રહ્યો હોત.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*