જામનગરમાં રખડતા ઢોરનો ત્રાસ અવિરત રહેવા પામ્યો છે, રખડતા ઢોરની અડફેટે આવતા એક આધેડનું મૃત્યુ નીપજ્યું છે. ગુલાબ નગર વિસ્તારમાં રહેતા મૃતકને 20 દિવસ પૂર્વે પોતાના ઘર પાસે જ રખડતા આખલાઓએ હુમલો કરીને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઘાતક ઇજાઓ બાદ હોસ્પિટલ ખસેડાયેલ આધેડનું બેશુદ્ધ અવસ્થામાં જ મૃત્યુ નીપજ્યું છે.
બીજી તરફ મહાનગરપાલિકા રખડતા ઢોરનો ત્રાસ સ્વીકારીતો રહ્યું છે, પણ નક્કર કામગીરી કરવામાં ક્યાંક ને ક્યાંક થાપ ખાઈ જતું હોય તેવું લાગી રહ્યું છે. એક તરફ તંત્ર ઢોરને છોડી મુક્ત પશુપાલકો સામે ફરિયાદ નોંધવા સુધીની કાર્યવાહી કરી રહ્યું છે. ત્યારે આવા જ રખડતા ઢોરથી માનવ મૃત્યુ થયું છે ત્યારે મૃતકના પરિવાર એ મહાનગરપાલિકા સામે ફરિયાદ નોંધવાની માંગણી કરી છે.
જામનગરમાં રખડતા ઢોર તંત્ર અને નાગરિકો માટે મુખ્ય અને વિકરાળ સમસ્યા બની ગઈ છે. રખડતા ઢોરના ત્રાસથી માનવ મોત સુધીના બનાવો બનતા રહે છે, ત્યારે વધુ એક ઢોરની અડફેટે ચડેલ આધેડનું મૃત્યુ થયું છે. શહેરના ગુલાબ નગર વિસ્તારમાં લક્કી હોટલ વાળો મેન ઢાળીઓ રામ મંદિર વાળી શેરી નવી નિશાળ પાસે રહેતા હરેશભાઈ નટવરલાલ રાઠોડ નામના આધેડ નો તારીખ 6/8/2023 ના રોજ સાડા સાત વાગ્યે તેની શેરીમાં ચાલીને જતા હતા.
ત્યારે આખલાએ એકાએક હુમલો કરી તેમને અડફેટે લીધા હતા. જેના કારણે તેમને માથાના ભાગમાં ભારે ઈજા થઈ હતી જેથી તેઓ બેભાન થઈ ગયા હતા. તેમને તાત્કાલિક 108 માં જામનગર જી.જી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર બાદ મોત નીપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતક ના ભાઈ ભાવેશભાઈએ પોલીસને જાણ કરી હતી, ભાવેશભાઈએ મહાનગરપાલિકા ની બેદરકારીના કારણે જ બનાવ બન્યો બન્યો છે તેવું કહીને ફરિયાદ નોંધાવી હતી. મૃતક ભાવેશભાઈ ના નાના ભાઈ હતા અને તેઓના લગ્ન નહીં થયા હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા જાન્યુઆરી થી અત્યાર સુધીમાં તંત્ર દ્વારા 2600 ઉપરાંત ઢોર ડબ્બે પુરવામાં આવ્યા છે.
હાલ શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં ચાર ટીમ કાર્યરત છે અને બીજી તરફ શહેરના જુદા જુદા ટ્રાફિક પોઇન્ટ પર 18 માણસો ઢોરને હાંકવાની કામગીરી કરી રહ્યા છે. પરંતુ ક્યાંક ને કાંઈક કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. કેમકે તંત્ર ઢોરને પકડે જ છે અને અન્ય જગ્યાએ સ્થળાંતર કરે છે તો નવા ઢોર ક્યાંથી આવી જાય છે ?
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment