ઝારખંડના કોડરમા જિલ્લામાંથી આવા ચોંકાવનારા સમાચાર આવ્યા છે જેને સાંભળીને બધા લોકોના રુવાડા ઉભા થઇ ગયા છે. વાસ્તવમાં આ ગામના દબંગ લોકોએ જમીનના વિવાદ માં જમીન કબજે કરવાના ઈરાદે યુવતીને પહેલા એક રૂમમાં બંધ કરી અને ત્યારબાદ બહારથી તાળું માર્યું અને પછી બહારથી દીવાલ ઊભી કરી.
કહેવાય છે કે બાળકી લગભગ છથી સાત કલાક સુધી અંદર રહી અને પોલીસે ઘટના સ્થળે પહોંચી અને દીવાલ તોડીને બાળકીને જીવતી બચાવી લીધી હતી.જણાવી દઈએ કે છોકરીના પિતા કિશોર પટેલ નું ગામ નો જમીન સાથે જમીનને લઇને વિવાદ ચાલી રહ્યો હતો.
દબંગ લોકો પીડિત પરિવારની જમીન પર કબજો કરવા માગતા હતા જેના કારણે ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે.કિશોર પંડિત અને તેની પત્ની કોઈ કામ માટે બહાર ગયા ત્યારે તેની પુત્રી ઘરમાં એકલી હતી.
આ ફાયદો ઉઠાવીને વિનોદ પંડિત તેની સાથે અમુક લોકો ને લઈને પહોંચ્યો અને યુવતી ને રૂમમાં ધક્કો મારીને રૂમ બંધ કરી દીધો છે અને રૂમ માં તાળું મારી દીવાલ ઊભી કરવામાં આવી હતી.
એસપીએ કહ્યુ કે જો પોલીસ સમયસર ન પહોંચી હોત તો બાળકીનો જીવ પણ જઈ શકત. તેજ સમયે છોકરીના પિતાએ કહ્યું કે તેઓ કોર્ટમાં જમીન વિવાદ નો કેસ જીતી ગયા છે પરંતુ વિનોદ પંડિત કોર્ટના નિર્ણયને પણ સ્વીકારી રહ્યા નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment