સી.આર.પાટીલ ના એક નિવેદનથી રાજકારણમાં ગરમાવો,કહ્યુ કે 100 જેટલા નવા ધારાસભ્યો શોધવાના છે

Published on: 11:40 am, Tue, 12 October 21

ધારાસભ્યની ટિકિટ મુદ્દે સી.આર.પાટીલ એ મહત્વનું નિવેદન આપ્યું છે. કહ્યું કે સો જેટલા નવા ધારાસભ્યો શોધવાના છે.સાબરકાંઠાના હિંમતનગરમાં ભાજપનો પેજ સમિતિ સંવાદનો કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ એ મહત્વનું નિવેદન આપતા કહ્યું કે

વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીત તરફ આગળ વધી રહ્યા છીએ, હાલ ભાજપ સરકારે 98 માંથી 97 સહકારી સંસ્થાઓમાં જીત મેળવી છે ત્યારે આગામી સમયમાં પણ વિધાનસભા ચૂંટણીમાં 182 સીટ માં જીત મળશે તેઓ દાવો વ્યક્ત કર્યો હતો.

આપને જણાવી દઇએ કે આગામી 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ એ વધુમાં જણાવ્યું છે કે આગામી સમયમાં સો જેટલા નવા ધારાસભ્યો શોધવાના છે. ધારાસભ્યોની ઉપરથી નક્કી થાય છે હું કોઈને કાપી શકું નહીં કે કોઈને આપી શકું નહીં,ધારાસભ્યોએ બંધ બેસતી પાઘડી પહેરીવી નહિ. ધારાસભ્યની ટિકિટ વહેંચણીની નિવેદન બાદ રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

મહત્વનું છે કે રાજ્યમાં આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ સરકારે અત્યારથી તૈયારીઓ શરૂ કરી દીધી છે, તમામ ક્ષેત્રે સંગઠનથી લઈને કાર્યકરો, મંત્રીમંડળ થી લઈને સરકાર સુધી હાલ બદલાવ લાવવામાં આવ્યા છે. સીઆર પાટીલે વિધાનસભા ચૂંટણીમાં અત્યારથી જીતનો દાવો વ્યક્ત કરી દીધો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!