દેશભરમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. તમે સોશિયલ મીડિયા પર ઘણી વખત અવારનવાર અકસ્માતની ઘટનાઓના વિડીયો જોતા હશો. ત્યારે રવિવારના રોજ સવારે 7.50 વાગ્યાની આસપાસ રાજસ્થાનના ભરતપુર માં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક ઝડપી કાર એક કરિયાણાની દુકાનની અંદર ઘૂસી ગઈ હતી.
અકસ્માતની ઘટના બની ત્યારે દુકાન પર કેટલાક બાળકો ઉભા હતા. બેકાબૂ કારે બાળકોને અડફેટેમાં લીધા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. હાલમાં ઘટનાના સીસીટીવી ફૂટેજો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો એક બેકાબુ કાર દશરથ પ્રસાદ મુરલીલાલ કરિયાણા મર્ચન્ટની દુકાનમાં ઘૂસી ગઈ હતી.
આ દરમિયાન એક મહિલા દુકાનમાં સામાન લેવા માટે આવી હતી. આ ઉપરાંત બે છોકરીઓ દુકાન પાસે ઉભી હતી. કારે બંને છોકરીઓને ટક્કર લગાવી હતી. દુકાનના માલિકે જણાવ્યું કે કારે સૌપ્રથમ 14 વર્ષની છોકરીને ટક્કર લગાવી હતી. આ ઘટનામાં એક છોકરીના પગના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. ત્યારબાદ છોકરીને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
અકસ્માતની ઘટના બન્યા બાદ દુકાનના માલિકે કારચાલકને પકડી લીધો હતો. ત્યારબાદ બંને વચ્ચે દલીલો થઈ ગઈ હતી અને તકનો લાભ ઉઠાવીને ત્યાંથી ભાગી ગયો હતો. આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલી બંને માસુમ બાળકીઓની સારવાર હાલમાં હોસ્પિટલમાં ચાલી રહી છે.
ઝડપી બેકાબુ કાર કરિયાણાની દુકાનની અંદર ઘૂસી ગઈ, પછી તો કંઈક એવું બન્યું કે… વીડિયો જોઈને રુવાડા બેઠા થઈ જશે… pic.twitter.com/0XW9tsy4UR
— GUJJU ROCKZ (@gujju_rockz) June 19, 2023
ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે કારને કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યા છે અને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment