બ્રેક ફેલ થઈ જતા ઝડપી ટ્રક હોટલની અંદર ઘૂસી ગયો, ટ્રકની નીચે કચડાઈ જતા 10 લોકોના મોત… હિંમત હોય તો જ વીડિયો જોજો…

આજરોજ બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક ટ્રકની બ્રેક ફેલ થઈ જતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે આ અકસ્માતની ઘટનામાં 10 લોકોના મોત થયા છે. અને 28 લોકો ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે.

આ અકસ્માતની ઘટના મહારાષ્ટ્રના ધૂલે માંથી સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર મુંબઈ-આગ્રા હાઇવે પર એક ટ્રકની બ્રેક અચાનક જ ફેલ થઈ જતા ટ્રક હોટલમાં ઘૂસી ગયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

આ ઘટના આજરોજ બપોરે 12:00 વાગ્યાની આસપાસ બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે હજુ પણ મૃત્યુના આંકડામાં વધારો થઈ શકે તેવી શક્યતાઓ છે. સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

જેમાં તમે જોઈ શકો છો કે, એક ઝડપી ટ્રક આવતો નજરે પડી રહ્યો છે. ટ્રક સૌપ્રથમ એક સફેદ રંગની કારને જોરદાર ટક્કર લગાવે છે. ત્યારબાદ રસ્તાની બાજુની હોટલમાં ઘૂસી ગયો હતો. આ ઘટનામાં હોટલમાં બેઠેલા અનેક લોકો ટ્રકની નીચે કચડાઈ ગયા હતા.

અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

માહિતી અનુસાર આ ઘટનામાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વાયરલ થઈ રહેલાં લોકોના રુવાડા બેઠા થઈ ગયા છે. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસ તપાસ કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

 

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*