આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે બુધવારના રોજ રાત્રિના સમયે બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક ટ્રક ચાલકે બાઈકને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલે જોરદાર હતી કે બાઈક પર સવાર બંને મિત્રોના મોત થઈ ગયા હતા. આ અકસ્માતની ઘટના રાજસ્થાનના અલવરમાંથી સામે આવી રહી છે.
ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. અકસ્માતની ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા બંને યુવકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હાજર ડોક્ટરે બંનેની તપાસ કર્યા બાદ બંનેને મૃત જાહેર કર્યા હતા.
ત્યારબાદ પોલીસે પરિવારજનોની હાજરીમાં બંને યુવકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપી દેવામાં આવ્યું હતું. આ અકસ્માતની ઘટનામાં 24 વર્ષના નવીન અને 20 વર્ષના અનિલનું મોત થયું છે. મળતી માહિતી અનુસાર બંને મિત્રો રાત્રે 9:00 વાગ્યાની આસપાસ બાઈક લઈને જઈ રહ્યા હતા.
ત્યારે રસ્તામાં રોંગ સાઈડમાં આવી રહેલા એક ટ્રકે તેમની બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં નવીન અને અનિલ બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસ બંને ઈજાગ્રસ્ત થયેલા યુવકોને સારવાર માટે હોસ્પિટલ લઈ ગઈ હતી.
હોસ્પિટલમાં હાજર ડોક્ટરે નવીન અને અનિલને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની માહિતી મળતા બંનેના પરિવારના સભ્યો હોસ્પિટલ ખાતે પહોંચ્યા આવ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરી દીધી છે. નવીનના મૃત્યુના કારણે બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. જ્યારે અનિલના લગ્ન થયા ન હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment