આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ઘણી વખત અકસ્માતની ઘટનામાં એક જણાની બેદરકારીના કારણે નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવો પડતો હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં એક ઝડપી ટ્રોલી ચાલકે બાઈક પર સવાર માતા-પિતા અને ત્રણ વર્ષના દીકરાને જોરદાર ટક્કર લગાવી હતી.
ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં માતા અને ત્રણ વર્ષના દીકરાનું કરુણ મોત થયું હતું. જ્યારે પિતા ગંભીર તેજાગ્રસ્ત થયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રોલી ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.
હાલમાં પોલીસે તેની શોધખોળ શરૂ કરી દીધી છે. આ ઘટના રાજસ્થાનમાંથી સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટના આજરોજ સવારે લગભગ 10:00 વાગ્યાની આસપાસ બની હતી. વિજય પાલ નામનો વ્યક્તિ શિક્ષક છે. તેના પરિવારમાં તેની પત્ની અને એક ત્રણ વર્ષનો દીકરો છે.
આ અકસ્માતની ઘટનામાં વિજયપાલની નજરની સામે તેની પત્ની રેખા અને 3 વર્ષના દીકરા કિયાનનું મોત થયું હતું. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે વિજય પાલ પોતાના પરિવાર સાથે બાઈક પર જઈ રહ્યા હતા.
આ દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રોલીએ તેમની બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી. જેના કારણે ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ ટ્રોલી ચાલકો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતની ઘટનામાં બાઈક પર સવાર પરિવારના ત્રણેય સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
ત્યારબાદ ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં તો વિજય પાલની પત્ની અને દીકરાનું મોત થઈ ગયું હતું. એક ટ્રોલી ચાલકની બેદરકારીના કારણે હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment