સમગ્ર દેશભરમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહે છે. ત્યારે બુધવારના રોજ બનેલી એક ભયંકર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. આ ઘટનામાં સ્કૂલ બસ અને ટ્રેલર વચ્ચે જોરદાર ટક્કર તથા ભયંકર અકસ્માત સર્જાયો હતો. ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, રોંગ સાઈડમાં જતું ટ્રેલર સામેથી આવતી બસને જોરદાર ટક્કર લગાવે છે.
અકસ્માતની ઘટના બની ત્યારે બસમાં 30 જેટલા બાળકો હાજર હતા. સદનસીબે આ ઘટનામાં કોઈને પણ કંઈ થયું નથી. આ ઘટનામાં બસના ડ્રાઇવરને ઇજા પહોંચી છે. આ ઘટના છત્તીસગઢના રાયગઢમાંથી સામે આવી રહી છે. અકસ્માતની ઘટના બન્યા બાદ પોલીસે નાકાબંધી કરીને આરોપી ટ્રેલર ચાલકની ધરપકડ કરી લીધી હતી.
જાણવા મળી રહ્યું છે કે, અકસ્માતની ઘટના બની ત્યારે બસમાં હાજર બાળકોને સામાન્ય ઇજા પહોંચી છે. સમગ્ર અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. અકસ્માતની ઘટનામાં બસનો ડ્રાઇવર સ્ટેરીંગમાં ફસાઈ ગયો હતો.
ત્યારબાદ પોલીસે તેને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ મોકલ્યો હતો. વિગતવાર વાત કરે તો અકસ્માતની ઘટના બન્યા બાદ 25 બાળકોને પ્રાથમિક સારવાર ઘરે મોકલી દેવામાં આવ્યા હતા. જ્યારે પાંચ બાળકો, બસનો ડ્રાઇવર અને ટ્રેલર ડ્રાઇવરને સારવાર માટે જિલ્લાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
રોંગ સાઈડમાં થતા ઝડપી ટ્રેલરે સામેથી આવતી સ્કૂલ બસને લગાવી જોરદાર ટક્કર, પછી તો કંઈક એવું બન્યું કે… વીડિયો જોઈને રુવાડા બેઠા થઈ જશે… pic.twitter.com/CvfGtmcbcG
— GUJJU ROCKZ (@gujju_rockz) July 20, 2023
ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં બંને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ઘટનાના વાયરલ થઇ રહેલા સીસીટીવી ફૂટેજમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે ટ્રેલર ચાલકની બેદરકારીના કારણે આ ભયંકર અકસ્માતની ઘટના બની છે. ટ્રેલર ચાલુ કરવાનું સાઈડમાં ખૂબ જ ઝડપમાં જઈ રહ્યો હતો.
આ દરમિયાન ટ્રેલર સામેથી આવી રહેલી સ્કૂલ બસને ટક્કર લગાવી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઉપરાંત પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા બાળકોને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા અને પોલીસે સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment