ગાંધીનગરમાં એક ઝડપી ખાનગી બસે સ્કૂલવાનને જોરદાર ટક્કર લગાવી, વાનમાં બેઠેલા 10 બાળકો… જુઓ રુવાટા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટનાનો વિડીયો…

Published on: 11:52 am, Fri, 18 November 22

ગુજરાતમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. તમે સોશિયલ મીડિયા પર દરરોજ ઘણી અકસ્માતની ઘટનાઓના વિડીયો જોતા હશો. ત્યારે ગાંધીનગરમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર હાલમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. આ ઘટનામાં ઓરપાડ ઝડપે જતી એક બસે વિદ્યાર્થીઓથી ભરેલા સ્કૂલ વાનને જોરદાર ટક્કર લગાવી હતી.

જેના કારણે સ્કૂલવાન પલટી ખાઈ ગયું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ સ્કૂલ વાનમાં સવાર બાળકોએ બૂમાબૂમ કરી હતી. આ અકસ્માતની ઘટના ગાંધીનગરના ચ-6 સર્કલ પાસે આજરોજ સવારે બની હતી. અહીં એક ખાનગી બસે સ્કૂલવાનને ટક્કર લગાવી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહની થઈ નથી.

મળતી માહિતી અનુસાર આ ઘટનામાં સ્કૂલ વાનમાં સવાર 10 બાળકોને નાની મોટી ઈજા પહોંચી હતી. એક બાળકને વધુ ઇજા પહોંચવાના કારણે તેને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર અકસ્માતની ઘટના બની ત્યારે સ્કૂલવાનની અંદર 12 બાળકો હતા.

જેમાં 10 બાળકોને આ ગંભીર અકસ્માતની ઘટનામાં નાની મોટી ઈજા પહોંચી છે. અકસ્માતની ઘટના બન્યા બાદ ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ ઇજાગ્રસ્ત થયેલા બાળકોને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી એક બાળકની હાલત વધુ ગંભીર હતી જેના કારણે તેને અમદાવાદ વધુ સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.

અકસ્માતની ઘટનાની જાણ થતા જ બાળકોના પરિવારના સભ્યો પણ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. હાલમાં આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસે બસ ડ્રાઇવરની ધડ પકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઘટનાના વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજ માં તમે જોઈ શકો છો કે, કેવી રીતે ઝડપે આવતી એક ખાનગી બસ સ્કૂલ વાનને જોરદાર ટક્કર લગાવે છે. ટક્કર એટલી જોરદાર હતી કે સ્કૂલવાન ત્યાં જ પલટી ખાઈ ગઈ હતી. ઘટનાના વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજ જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગાંધીનગરમાં એક ઝડપી ખાનગી બસે સ્કૂલવાનને જોરદાર ટક્કર લગાવી, વાનમાં બેઠેલા 10 બાળકો… જુઓ રુવાટા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટનાનો વિડીયો…"

Leave a comment

Your email address will not be published.


*