ઝડપી બેકાબુ બનેલી કારે બાઈક સવાર 3 યુવકોને લગાવી જોરદાર ટક્કર… 2 યુવકોના રિબાઈ રિબાઈને કરુણ મોત…

હાલમાં બનેલી વધુ એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં અનિયંત્રિત કાર અને બાઈક વચ્ચે સામસામે જોરદાર ટક્કર થતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં બાઈક પર સવાર બે યુવકોના મોત થયા છે. જ્યારે એક યુવક ઈજાગ્રસ્ત થયો છે.

ઘટનામાં કારમાં સવાર લોકો સહી સલામત છે. ઘટના બન્યા બાદ આસપાસના લોકો અને પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ મૃત્યુ પામેલા યુવકોના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.

અકસ્માતની ઘટના ઉત્તર પ્રદેશના હમીરપુરમાંથી સામે આવી રહી છે. અહીં એક ઝડપી કારે વળાંક પર સામેથી આવતી બાઈક ને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક પર સવાર ત્રણેય યુવકો હવામાં ફંગોળ આવીને રોડ પર પડ્યા હતા.

રબાદ આસપાસના લોકો ઇજાગ્રસ્ત થયેલા ત્રણેય લોકોને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન બે યુવકોએ અંતિમ શ્વાસ લીધા હતા. જ્યારે એક યુવકની સારવાર હજુ ચાલુ છે. હાલમાં તો આ ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

જાણવા મળી રહ્યું છે કે આ ઘટનામાં 32 વર્ષના સાધન સિંહ અને 32 વર્ષના મૂળચંદ્ર નામના યુવકનું કરવણ મોત થયું હતું. બંનેના મોતના સમાચાર મળતા જ બંનેના પરિવારમાં માતમ છવાઈ ગયું હતું.

જાણવા મળી રહ્યું છે કે ત્રણેય યુવકો એક જ ગામના રહેવાસી હતા. અકસ્માતની ઘટનામાં એક સાથે એક જ ગામના બે યુવકોના મોત થતાં તેમના પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*