ઝડપી કાર ચાલકે રસ્તા પર ચાલીને જતા યુવકને ફૂટબોલની જેમ હવામાં ઉડાડ્યો, પછી તો… જુઓ ઘટનાના હચમચાવી દેતા CCTV ફૂટેજ…

ગુજરાત રાજ્યના અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર બનેલી અકસ્માતને ઘટના વિશે તો તમે જરૂર જાણતા હશો. આ ઘટનામાં એક ઝડપી કાર ચાલકે 10 માસુમ લોકોનો જીવ લઈ લીધો હતો. હજુ તો તે ઘટનાના થોડાક દિવસો જ થયા છે. ત્યાં વધુ એક તેવી જ ઘટના છોટાઉદેપુર માંથી સામે આવી રહી છે.

આ ઘટનામાં એક ઝડપી કાર ચાલકે વડોદરાના એક યુવકને જોરદાર ટક્કર લગાવી હતી. કાર ચાલકે રોડ પર ચાલીને જતા યુવકને ફૂટબોલની જેમ હવામાં ફંગોળી દીધો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

હાલમાં ઘટનાના સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો છોટા ઉદયપુરમાં રંગપુર નાતા પાસે ખુલ્લા રોડ ઉપર ચાલતા વડોદરાના હર્ષદભાઈ મારવાડીને કાર ચાલકે જોરદાર ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે આ ઘટનામાં હર્ષદભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ કારણોસર તેમને 108ની મદદથી સારવાર માટે જનરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. વીડિયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે હર્ષદભાઈ રસ્તાની સાઈડમાં શાંતિથી ચાલીને જતા હતા. આ દરમિયાન પાછળથી આવતી એક ઝડપી કારે હર્ષદભાઈને જોરદાર ટક્કર લગાવી હતી.

સદનસીબે આ અકસ્માતની ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહની થઈ નથી. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને 108ની મદદથી હર્ષદભાઈને સારવાર માટે લઈ ગયા હતા. હાલમાં ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે અને વીડિયો જોઈને લોકો કારચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*