ગાંધીનગરમાં ઝડપી કાર ચાલકે એકટીવાને જોરદાર ટક્કર લગાવી, એકટીવા પર સવાર માતાની નજર સામે 4 વર્ષના દીકરાનું મોત… જુઓ અકસ્માતની ઘટનાના CCTV ફૂટેજ…

ગાંધીનગરમાં ગુરૂવારના રોજ બનેલી એક હિટ એન્ડ રનની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. આ ઘટના ગાંધીનગરના કુડાસણ પાસે બની હતી. ઘટનામાં એક ઝડપી કાર ચાલકે એકટીવા પર સવાર માતા અને તેના બે સંતાનોને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે માતાની નજર સામે ચાર વર્ષના બાળકનું મોત થઈ ગયું હતું.

સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં સમગ્ર મામલાને લઈને પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધીને વધુમાં તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કર્યા તો ગાંધીનગરના કુડાસણ કાનમ રેસીડેન્સી ફ્લેટ નંબર D/302માં રહેતા જીગરભાઈ મહેશભાઈ ઠક્કર પોતાના પરિવાર સાથે રહે છે.

જીગરભાઈ રિલાયન્સ ચોકડી ખાતે છાશવાલે ડેરી પાર્લર ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગુરૂવાર ના રોજ સાંજના સમયે જીગરભાઈની પત્ની ધરતીબેન એકટીવા લઈને પોતાની સાત વર્ષની દીકરી જેન્સી સામે ટ્યુશન મૂકવા માટે જતા હતા. આ દરમિયાન ચાર વર્ષનો દીકરો મંત્ર પણ તેમની સાથે હતો.

ધરતીબેન એકટીવા લઈને રેસીડેન્સીના દરવાજાની બહાર નીકળ્યા ત્યારે પૂરપાટ ઝડપે જતી એક કારે તેમની એકટીવાને જોરદાર ટક્કર લગાવી હતી. આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનામાં મંત્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. પોતાના દીકરાને ગંભીર હાલતમાં જોઈને માતાએ તેને તરત ઊંચકી લીધો હતો.

તાત્કાલિક સારવાર માટે નજીકની રાધે હોસ્પિટલમાં લઈ ગયા હતા. આ વાતની માહિતી મળતા જીગરભાઈ પણ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. અહીં દીકરો બેભાન હાલતમાં હોસ્પિટલમાં પડેલો હતો. ત્યારબાદ ડોક્ટર હોય દીકરાની અન્ય હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાની સલાહ આપી હતી.

ત્યારબાદ અહીંથી દીકરાને અન્ય હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે દીકરાની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. દીકરાના મોતના સમાચાર મળતા જ માતા પિતાએ હૈયાફાટ રૂદન કર્યું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

 

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*