ઝડપી કાર ચાલકે રોડ ક્રોસ કરી રહેલી મહિલાને લગાવી જોરદાર ટક્કર… મહિલાનું દર્દનાક મોત… જુઓ અકસ્માતનો ભયંકર વિડિયો…

દેશભરમાં દરરોજ ઘણા લોકો અકસ્માતની ઘટનામાં પોતાનો જીવ ગુમાવતા હોય છે. તમે ઘણી અકસ્માતની ઘટનાના વિડીયો પણ સોશિયલ મીડિયા પર જોયા હશે. ત્યારે હાલમાં બનેલી એક અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ ઘટનામાં રોડ ક્રોસ કરી રહેલી એક વૃદ્ધ મહિલાને કાર ચાલકે જોરદાર ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે મહિલા ફૂટબોલની જેમ હવામાં ફંગોળાઈને 15 ફૂટ દૂર જઈને પડી હતી. સમગ્ર ઘટના બન્યા બાદ આસપાસના સ્થાનિક લોકો વૃદ્ધ મહિલાની મદદ માટે દોડી આવ્યા હતા અને પછી મહિલાને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.

જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ ઘટના મેરઠમાંથી સામે આવી રહી છે. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, દિલ્હી-દેહરાદુન બાયપાસ રોડ પર કૈલાશ હોસ્પિટલની સામે એક વૃદ્ધ મહિલા રોડ ક્રોસ કરી રહી હતી, ત્યારે તેને એક કારે ટક્કર લગાવી હતી.

આ અકસ્માતની ઘટના ગત 9 ઓક્ટોબરના રોજ બની હતી. પરંતુ ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે કાર ચાલક સામે ગુનો નોંધીને વધુમાં તપાસ શરૂ કરી દીધી છે.

આ ઘટનામાં મૃત્યુ પામેલી મહિલાનું નામ શારદા રાની હતું અને તેમની ઉંમર 62 વર્ષની હતી. શારદા રાની 9 ઓક્ટોબરના રોજ કૈલાશ હોસ્પિટલમાં પોતાની તપાસ કરાવવા માટે ગયા હતા. આ દરમિયાન તેઓ રોડ ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે દિલ્હી તરફથી આવી રહેલી એક ઝડપી કાર્ય તેમને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે શારદા રાની 15 ફૂટ દૂર જઈને પડી હતી.

પછી કારચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ શારદા રાનીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન એમને અંતિમ શ્વાસ લીધા હતા. પછી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*