ઝડપી કાર ચાલકે બાઈક સવાર યુવકને હવામાં ઉડાડ્યો, પછી તો કંઈક એવું બન્યું કે… વીડિયો જોઈને તમે જ કહો આમાં કોની ભૂલ હતી…

Published on: 6:55 pm, Mon, 8 May 23

દેશભરમાં અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહે છે. ઘણી અકસ્માતની ઘટનાઓમાં એક જણાની બેદરકારીના કારણે અન્ય લોકોએ પોતાનો જીવ ગુમાવો પડતો હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં એક કાર ચાલકની બેદરકારીના કારણે બાઈક સવાર યુવકનો જીવ જોખમમાં મુકાઈ ગયો છે.

આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ અકસ્માતની ઘટના રાજસ્થાનમાં સોમવારના રોજ બપોરે ત્રણ વાગ્યાની આસપાસ સિરોહીના કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. સમગ્ર અકસ્માતની ઘટના એક હોટલમાં લાગેલા સીસીટીવી કેમેરામાં ક્યારે થઈ ગઈ હતી.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો પાલી જિલ્લાના ખીવંડીનો રહેવાસી 18 વર્ષનો સોહન નામનો વ્યક્તિ બિસારામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભટિંડા-કંડલા હાઈવે પર અંબિકા હોટલ પાસે બાઈક પર સિરોહી તરફ આવી રહ્યો હતો. ત્યારે લગભગ બપોરના ત્રણ વાગ્યાની આસપાસ પાછળથી આવતીકાલે સોહનની બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે સોહન હવામાં ઉછળીને કારના બોનેટ ઉપર પડ્યો હતો. કારચાલક લગભગ સોહનને પોતાની સાથે 40 ફૂટ સુધી ખેંચી ગયો હતો અને ત્યારબાદ કારચાલકે કાર ઉભી રાખી હતી. આ ઘટનામાં સોહનના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચે હતી, આ કારણોસર તે બેહોશ થઈ ગયો હતો.

અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા સોહનને સ્થાનિક લોકો સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.

ત્યારબાદ પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે બાઈક સવાર સુહાને કોઈ પણ પ્રકારની સંકેત બતાવ્યા વગર અચાનક જ બાઇકનો વળાંક વાળી દીધો હતો જેના કારણે આ ગંભીર અકસ્માતની ઘટના બની છે તેવું કહેવામાં આવી રહ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ઝડપી કાર ચાલકે બાઈક સવાર યુવકને હવામાં ઉડાડ્યો, પછી તો કંઈક એવું બન્યું કે… વીડિયો જોઈને તમે જ કહો આમાં કોની ભૂલ હતી…"

Leave a comment

Your email address will not be published.


*