હાલમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. આ ઘટનામાં એક ઝડપી કારે ઇલેક્ટ્રીક સ્કૂટીને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલે જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં સ્કુટી સવાર યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
આ કારણસર તેનું મોત થઈ ગયું હતું. સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. કાર ચાલકે સ્કૂટીને એટલી જોરદાર ટક્કર લગાવી કે સ્કુટી સવાર યુવક લગભગ 4 ફૂટ હવામાં ઉછળીને જમીન પર પટકાયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ કારચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.
ત્યારબાદ નજીકમાં ઉભેલા લોકો તાત્કાલિક સ્કુટી સવાર યુવકની મદદ માટે દોડી આવ્યા હતા. તમામ લોકો મળીને તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું. આ ઘટના મુઝફ્ફરનગર માંથી સામે આવી રહી છે.
અકસ્માતની ઘટનાની જાણ થયા બાદ પોલીસની ટીમ હોસ્પિટલ ખાતે પહોંચી આવી હતી. પછી મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યું હતું. આ ઘટના સોમવારના રોજ બની હતી.
ઝડપી કાર ચાલકે રોડ ક્રોસ કરી રહેલા સ્કુટી સવાર યુવકને હવામાં ઉડાડ્યો, સ્કુટી સવાર યુવકનું દર્દનાક મોત… જુઓ મોતનો લાઈવ વિડિયો… pic.twitter.com/I38KPUEjNJ
— GUJJU ROCKZ (@gujju_rockz) July 18, 2023
પરંતુ આ અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટે આજરોજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે સ્કુટી સવારે એક યુવક રોડ ક્રોસ કરી રહ્યો છે. આ દરમિયાન ત્યાંથી પસાર થતી એક ઝડપી કાર સ્કુટી સવાર યુવકને જોરદાર ટક્કર લગાવે છે. જેના કારણે ભયંકર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતની ઘટના બન્યા બાદ કારચાલક યુવક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા યુવકની ઉંમર 30 વર્ષની હતી. પગના મોતના સમાચાર મળતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે કારચાલક સામે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment