અમદાવાદના ધંધુકા ખાતે રહેતા કિશન ભરવાડની સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવાની બાબતે જીવ લઈ લેવામાં આવ્યો હતો. કિશન ભરવાડનું મૃત્યુ થતાં જ પરિવારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું. કિશન ભરવાડના ઘરે 2 મહિના પહેલા જ એક નાનકડી દીકરીનો જન્મ થયો હતો. દીકરીના જન્મના થોડાક દિવસ બાદ પિતાનું મૃત્યુ થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.
આપણે જણાવી દઈએ કે ધંધુકા નજીક આવેલા વતન ચચાણા ગામે કિશન ની ઉત્તર ક્રિયા વિધિ રાખવામાં આવી હતી. આ દરમિયાન તેના પરિવાર અને સગાસંબંધીઓ અને માલધારી સમાજના લોકો આવ્યા હતા.કિશન નો નાનો ભાઈ ઉતર ક્રિયા ની વિધિ માટે બેઠો હતો. બીજી તરફ આ સમયે કિશન ની પત્ની રડી રડીને અડધી થઈ ગઈ હતી.
આજે તેનું આખું ગામ રાહ જોઈ રહ્યું છે કિશનભાઇ ના જીવ લેનારા લોકોને ક્યારે સજા કરવામાં આવશે. આજે દીકરા ના ફોટા પર હાર જોઈને આખો પરિવાર રડે છે. માતા-પિતા અને પત્ની ની આંખોમાંથી હજુ સુધી આંસુ સુકાયા નથી. આખો પરિવાર અને આખું ગામ રાહ જોઈ રહ્યા છે કે દીકરી ના મૃત્યુના જવાબદાર લોકોને ક્યારેય સજા મળે તેની રાહ જોઈ રહા છે.
કિશન ભરવાડ પોતાની લાડકી દીકરીને ભણાવી ગણાવીને ડોક્ટર બનાવવા માંગતો હતો પરંતુ કિશન ભરવાડ ની આ ઇચ્છા અધૂરી રહી ગઈ છે પણ કિશન ભરવાડ ની ઇચ્છા પૂરી કરવા માટે ભરવાડ સમાજનો વ્યક્તિ તેની દીકરીની તમામ જવાબદારીઓ પોતાના ખંભે ઉઠાવી લીધી છે.
કિશન ભરવાડ નો વિધર્મીઓ દ્વારા જીવ લેતા સમગ્ર હિન્દુ સમાજના લોકોમાં રોષ ફેલાયો હતો. સમગ્ર ગુજરાતમાં કિશન ભરવાડ ને શ્રદ્ધાંજલિ આપવામાં આવતી હતી. ગુજરાતે કલાકારો દ્વારા ડાયરાઓમાં કિશન ભરવાડ ને યાદ કરી ને શ્રદ્ધાંજલિ આપવામાં આવતી હતી. ત્યારે ગુજરાતનો જાણીતો કલાકાર ઉમેશ બારોટ કિશન ભરવાડ ને શ્રદ્ધાંજલિ આપવા ગીત ગાયું હતું. આ ગીત એવું હતું કે સૌ કોઈ ભાવુક થઈ જાય.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment