ગુજરાતમાં દિવસેને દિવસે સુસાઇડની ઘટનાઓ વધી રહી છે. ખાસ કરીને ગોંડલમાં આવી ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે ગોંડલમાં બનેલી વધુ એક એવી જ ઘટના સામે આવી છે. આ ઘટનામાં 23 વર્ષીય ચિરાગ દિનેશભાઈ પરમાર નામના યુવાને ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો આ ઘટના ગોંડલ તાલુકાના ભરુડી ગામ પાસે આવેલા સર્વેલ હાઉસ હોલ્ડ એપલાઈન્સીસ નામના કારખાનામાં બની હતી.
ચિરાગ પરમાર અહીં કામ કરતો હતો તેને કારખાના એક રૂમમાં પંખામાં પ્લાસ્ટિકનું દોરડું બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચિરાગે અગમ્યા કારણોસર આ પગલું ભર્યું છે. ચિરાગ છેલ્લા એક વર્ષથી કારખાનામાં મશીન ઓપરેટર તરીકે કામ કરતો હતો.
ત્યારે અચાનક જ ચિરાગે અગમ્યા કારણોસર કારખાનામાં જ ગળાફાંસો ખાઈને પોતાનું જીવનને ટૂંકાવ્યું હતું. આ ઘટના બનતા જ ચિરાગના પરિવાર અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.
ચિરાગના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે ગોંડલની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું. હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે. ચિરાગના પરિવારમાં તેના માતા પિતા અને એક મોટી બહેન છે. ચિરાગના પિતા છૂટક મજૂરી કામ કરે છે. આશરે ત્રણ ચાર વર્ષ પહેલા ચિરાગના નાના ભાઈનું આકસ્મિક મોત થયું હતું.
નાના દીકરાના મૃત્યુ બાદ મોટા દીકરાનું મૃત્યુ થતાં પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. ચિરાગ પણ કારખાનામાં કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ બનતો હતો. ચિરાગે આ પગલું કયા કારણોસર ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી લે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment